Home /News /south-gujarat /સુરત: ત્રણ દિવસમાં બે હત્યા, એકની દારૂ પી ગાળો બોલતા, તો બીજી પગાર ન આપતા થઈ હત્યા

સુરત: ત્રણ દિવસમાં બે હત્યા, એકની દારૂ પી ગાળો બોલતા, તો બીજી પગાર ન આપતા થઈ હત્યા

આધેડની હત્યા કરનાર જ્યારે બે દિવસ પહેલા એક વેપારીની હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધા

આધેડની હત્યા કરનાર જ્યારે બે દિવસ પહેલા એક વેપારીની હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધા

    કિર્તેશ પટેલ, સુરત: સુરતમાં સામી દિવાળીએ હત્યાના બનવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યાં ત્રણ દિવસમાં બે હત્યામાં બનાવો બનતા ચકચાર મચી ગઈ છે. સલાબતપુરા વિસ્તારમાં આવેલા માનદરવાજા ખાતે એક આધેડની હત્યા કરનાર જ્યારે બે દિવસ પહેલા એક વેપારીની હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધા છે.

    માનદરવાજા બી-ટેનામેન્ટમાં રહેતાં 40 વર્ષીય ગિરીશ રાણા જરીનો નાનો-મોટો વેપાર કરતાં હતા. રવિવારની રાત્રે તેમના ઘર પાસે જ નીતીન ઉર્ફે જાપાની નામના શખ્સ સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયલા નીતીને ગીરીશને પેટના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા. ઘટનાને પગલે બૂમાબૂમ મચતા આસપાસના લોકો દોડી આવતાં નીતીન ભાગી ગયો હતો. આસપાસના લોકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. તે સાથે ગીરીશને સરવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ગિરીશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ હત્યા બાદ પોલીસે આરોપીને પકડી પાડી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, મરનાર આધેડ દારૂના નશામાં ગાળો આપવા સાથે મારવા લાગતા આવેશમાં આવી તેની હત્યા કરવામાં આવી હતી.

    બીજી તરફ બે દિવસ પહેલા બનેલી હત્યાની ઘટનામાં આરોપીને પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી લીધો હતો. તેણે પણ માલિક દિવાળી હોવાને લઈને પગાર આપતો ન હતો અને દરોજ ગાળો આપી બધાની સામે અપમાન કરતો હતો, જેને લઈને તેણે બનાવના દિવસે પણ આવી જ મગજમારી થતા આવેશમાં આવી જઈને માલિકની હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આરોપી બાદમાં ગુનેગાર હોવાની વિગત પણ સામે આવી હતી, પોલીસે બંને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    First published:

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો