સુરતમાં આપઘાતના કેસ વધ્યા, 24 કલાકમાં 11 વર્ષની કિશોરી સહીત 7 વ્યક્તિએ જીવનલીલા સંકેલી


Updated: June 29, 2020, 11:21 PM IST
સુરતમાં આપઘાતના કેસ વધ્યા, 24 કલાકમાં 11 વર્ષની કિશોરી સહીત 7 વ્યક્તિએ જીવનલીલા સંકેલી
સુરતમાં 24 કલાકમાં સાત લોકોએ આપઘાત કર્યો

સમયની સાથે સાથે હવે લોકોની સહનશક્તિ ધીરેધીરે ઓછી થઈ રહી હોય તેમ નજીવી  બાબતોમાં લોકોને માઠું લાગી આવે છે અને આપઘાત કરી લેતા હોય છે.

  • Share this:
સુરત શહેરમાં આત્મહત્યાના કેસોમાં વધારો થઇ રહ્યો છે.સમયની સાથે સાથે હવે લોકોની સહનશક્તિ ધીરેધીરે ઓછી થઈ રહી હોય તેમ નજીવી  બાબતોમાં લોકોને માઠું લાગી આવે છે અને આપઘાત કરી લેતા હોય છે. સુરત શહેરમાં પણ છેલ્લા માત્ર 24 કલાકના સમયગાળા દરમિયાન 11 વર્ષની કિશોરી સહીત કુલ 7 વ્યક્તિઓએ આપઘાત કરી લીધા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. અમરોલી, કાપોદ્રા, સલાબતપુરા, સરથાણા, લિંબાયત, અઠવા અને ખટોદરા પોલીસમાં આ આપઘાતના કેસો નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી આપઘાતના કેસોમાં વધારો થયો છે. ત્યારે પોલીસ દ્વારા હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવેલા છે. જે લોકો હેલ્પલાઇન પર ફોન કરી મદદ માંગે તેને પોલીસ મદદ પણ કરી રહી છે.

કેસ-1: અમરોલી જૈન મંદિરની પાછળ નિર્મલનગર શક્તિ કોમ્પ્લેક્ષમાં રહેતી 18 વર્ષીય રીટાબેન અનિલભાઈ જાગડેએ ગઈકાલે બપોરે સાડા બારેક વાગ્યે તેના બેડરૂમાં ફાંસોખાઈ લીધો હતો. પોલીસની તપાસમાં રીટા પાસેથી તેની માતાએ મોબાઈલ ફોન લઈ લીધો હતો. જેથી તેણીને ગુસ્સો આવતા અંદરના રૂમમાં જઈ રૂમના બંને દરવાજા અંદરથી સ્ટોપર મારી બંધ કરી દીધા હતા અને પોતાની ઓઢણી પંખા ઉપર બાંધી ફાંસોખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતા અમરોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કેસ-2 : સરથાણાના પાસોદરા સાંઈ શ્રઘ્ધા રો-હાઉસમાં રહેતા ઈશ્વર મગન બારૈયા (ઉ.વ.30) એમ્બ્રોઈડરીના ધંધા સાથે સંકળાયેલા છે. ઈશ્વરભાઈ ગત તારીખ 26મીના શુક્રવારના રોજ ઘરેથી કોઈને પણ કહ્ના વગર ચાલી ગયા હતા. પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાંયે તેમની કોઈ ભાળ નહી મળતા સરથાણા પોલીસમાં તેમના મીસીંગ અંગેની જાણવા જાગ અરજી કરવામાં આવી હતી. પોલીસની શોધખોળ વચ્ચે ઈશ્વરભાઈ બારૈયા પાસોદરા ગામ અોમ રો હાઉસ વિભાગ-૧ની બાજુમાં આવેલા ખેતરમાં ઝાડ ઉપર દોરી બાંધી ફાંસો ખાધેલી લટકતી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

કેસ-3 : સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ ભાઠેના પંચશીલનગર ખાતે રહેતા સાનિયા નદીમ અન્સારી (ઉ.વ.11)એ ગઈકાલે બપોરે બાર વાગ્યે અગ્મ્યકારણોસર પોતાના ઘરમાં દુપટ્ટો લાકડા સાથે બાંધી ફાંસો ખાઈ લીધો હતો.સાનિયાને તેના પિતા નંદિમ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસી મરણ જાહેર કરી હતી. બનાવની જાણ થતા સલાબતપુરા પોલીસ પણ સ્મીમેર હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમમાં મોકલી હતી. જયારે અન્સારી પરિવારની માત્ર 11 વર્ષની દીકરીએ આપઘાત કરી લેતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું.

કેસ-4: અઠવા પોલીસની હદમાં આવેલ નાનપુરા બહુમાળી બિલ્ડિંગ પાસે ભાટીયા મોહલ્લો યજ્ઞપુરુષ એપાર્ટમેન્ટમાં રહેતી ધારાબેન પાર્થભાઈ વૈદ (ઉ,.વ.21)એ ગઈકાલે સવારે પોણા બારેક વાગ્યાના આરસામાં પોતાના ઘરમાં અગમ્યકારણસર પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસોખાઈ આપધાત કર્યો હતો. વધુમાં ધારાબેનના લગન્ને ચાર મહિના થયા હતા. ધરાબેનના આપઘાત પાછળ હજુ કોઈ કારણ જાણવા મળ્યું નથી. ત્યારે લગ્નને માત્ર ચારકજ મહિના થયા હોવાના કારણે ઉચ્ચ પોલીસ અધિકારીને આ મામલે તપાસ સોંપવામાં આવી છે. આગામી સમયમાં તેના પતિ સહીત પરિવારજનોના નિવેદન પણ લેવાશે.

કેસ-5 : ખટોદરા પોલીસના જણાવ્યા અનુસાર પનાસગામ ગણેશક્રુપા સોસાયટીમાં રહેતા રાકેશ જયંતી રાઠોડ (ઉ.વ.34)એ ગઈકાલે સાંજે પોતાના ઘરમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસોખાઈ લીધો હતો. પરિવારને જાણ થતા તાબડતોડ પોલીસને જાણ કરવામાં આવતા ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે રાકેશની લાશને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાકેશના આપઘાતને પગલે પરિવારનો આધારસતાભ છીનવાયો છે. રાકેશે કયાં કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. ત્યારે પોલીસે તેના પરિવારજનોના નિવેદન લેવાના શરુ કર્યા છે.કેસ-6 : લિંબાયત વિસ્તારમાં આવેલ સુભાષનગર ગલી નં-2માં રહેતા અભિષેક વિનોદકુમાર દુબે (ઉ.વ.20)એ શનિવારે સવારે સાડા આઠ વાગ્યાથી રવિવારના રાત્રેના નવ વાગ્યાના સમયગાળા દરમિયાન પોતાના રૂમમાં અંદરથી દરવાજા બંધ કરી કલરના ડબ્બા પર ચડી છત ઉપરના પંખાના હુક સાથે ટુવાલનો બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. માત્ર 20 વર્ષના અભિષેકે આપઘાત કરી લેતા તેના પરિવારની હાલત કફોડી થવા પામી છે. અભિષેકે કયાં કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. ત્યારે હાલ તો પોલીસે તેની લાશ પોસ્ટમોર્ટમમાં મોકલી આગળની તપાસ શરુ કરી છે.

કેસ-7 : કાપોદ્રા પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ વરાછા મેઈન રોડ ઈન્દીરાનગર ખાતે રહેતા ભગવતી અબુભાઈ સુથાર (ઉ.વ.22)એ ગઈકાલે સાંજે ઘરે કોઈ અગમ્યકારણોસર ઝેરી દવા પી લીધી હતી. ભગવતી સુથારને તાબડતોડ સારવાર માટે ડાયમંડ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં તેની હાલત વધુ ખરાબ હોવાના કારણે ત્યાંથી વધુ સારવાર માટે તેના નાના ભાઈ નારણભાઈએ યુનીક હોસ્પિટલમાં ખસેડ્યા હતા ત્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
First published: June 29, 2020, 11:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading