સુરત મનપામાં હવે આગામી ચૂંટણીમાં 30 વોર્ડ અને 120 સભ્યો હશે, સમજો - વોર્ડ પ્રમાણે બેઠકોનું ગણિત


Updated: July 8, 2020, 11:32 PM IST
સુરત મનપામાં હવે આગામી ચૂંટણીમાં 30 વોર્ડ અને 120 સભ્યો હશે, સમજો - વોર્ડ પ્રમાણે બેઠકોનું ગણિત
સુરત મહાનગર પાલિકા (ફાઈલ ફોટો)

સુરત મનપામાં વોર્ડની સંખ્યા અને સભ્યોની સંખ્યા બાબતેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

  • Share this:
સુરત : બે નગરપાલિકા અને ૨૭ ગ્રામપંચાયત વિસ્તારોના સુરત મનપામાં સમાવેશ બાદ આજે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી હાઉસિંગ વિભાગ દ્વારા સુરત મનપામાં વોર્ડની સંખ્યા અને સભ્યોની સંખ્યા બાબતેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કુલ ૪૭૪.૧૮ ચો. કિ.મી. વિસ્તારમાં વ્યાપેલા સુરત મનપામાં હવે નવી ચૂંટણીમાં કુલ ૩૦ વોર્ડ રાખવામાં આવ્યા છે.

દરેક વોર્ડમાં ચાર સભ્ય રહેશે અને ૫૦ ટકા સીટો મહિલા અનામત રાખવામાં આવી છે. હાલ ૩૨૬ ચો. કિ.મી.ના મનપાના મૂળ વિસ્તારમાં ૨૯ વોર્ડ અને ૧૧૬ સભ્યો છે. આમ હદવિસ્તરણ બાદ સુરત મનપામાં વોર્ડની સંખ્યા કુલ ૩૦ રહેશે.

શહેરી વિકાસ વિભાગ દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશનને પગલે આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટર તરફથી પરિપત્ર ઇસ્યુ થશે અને નવા હદવિસ્તરણ પ્રમાણે કુદરતી બાઉન્ડ્રી, ટી. પી. સ્કીમો, મુખ્ય રસ્તાઓ વગેરે પરિબળોને ધ્યાનમાં લઇ ૨૦૧૧ના સેન્સેસ મુજબ નવેસરથી વોર્ડ સીમાંકન હાથ ધરાશે. હવે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ભૂતકાળની ચૂંટણીઓના પરિણામોના અવલોકનને ધ્યાને રાખી નવા વોર્ડ સીમાંકનની બાઉન્ડ્રીનો સૂચિત ડ્રાફ્ટ તૈયાર કરવા માટેની કવાયત શરૂ કરાશે.

શાસકોને માફક આવે એ રીતે જ મનપાના ચૂંટણી વિભાગ દ્વારા વોર્ડ સીમાંકનનો ડ્રાફ્ટ તૈયાર થશે અને આગામી નવેમ્બર માસમાં મનપાની ચૂંટણી યોજાશે જોકે કોરોનાને લઇને લંબાઇ તો નવાઇ નહીં.

જાહેરનામા મુજબ કુલ ૧૨૦ સભ્યો પૈકી ૩ બેઠકો એસ. સી કેટેગરી માટે અને આ ત્રણ બેઠકો પૈકી બે બેઠકો મહિલા માટે અનામત રખાશે, ૪ બેઠકો એસ.ટી કેટેગરી માટે અને તે પૈકી બે બેઠકો મહિલાઓ માટે અનામત, ૧૨ બેઠકો બેકવર્ડ ક્લાસ (બીસી) માટે અને તે પૈકી ૬ બેઠકો મહિલા અનામત રાખવામાં આવશે. કુલ ૬૦ બેઠકો મહિલાઓ માટે અનામત રખાશે. જેમાં એસ.સી, એસ.ટી અને બી.સી. કેટેગરીની અનામતનો પણ સમાવેશ થાય છે.
Published by: kiran mehta
First published: July 8, 2020, 10:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading