Home /News /south-gujarat /

'મારે 4 લાખ નથી જોઇતા, હું 4 લાખ ઉમેરીને આપું, પરંતુ ફાયર વિભાગને સાધનો અપાવો'

'મારે 4 લાખ નથી જોઇતા, હું 4 લાખ ઉમેરીને આપું, પરંતુ ફાયર વિભાગને સાધનો અપાવો'

દુર્ઘટના સમયની તસવીર

સુરત સરથાણા બિલ્ડીંગની આગે ગુજરાતીઓને દઝાડ્યાં છે. ત્યારે મૃતકનાં પિતાની આજીજી સાંભળીને તમારી આંખો પણ ભરાઇ આવશે.

     ન્યૂઝ 18 ગુજરાતી : સુરત સરથાણા બિલ્ડીંગની આગે ગુજરાતીઓને દઝાડ્યાં છે. ત્યારે હજી બિલ્ડીંગનાં બે ભાગીદારો પકડથી દૂર છે. આ મામલામા ક્લાસીસનાં સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી લેવામાં આવી છે. ફાયર વિભાગની બેદરકારી બહાર આવતા સુરત મ્યુ. કમિશ્નરે ફાયર વિભાગનાં બે અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

    આ મામલામાં સીએમ વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે સરકાર મૃતકોનાં પરિવારને 4 લાખની સહાય કરશે.

    આ પણ વાંચો : 'પપ્પા હું બારીમાંથી કુદી જાવ છું, મારો જીવ બચાવવાની કોશિશ કરીશ'

    જો કે આ સહાયથી સામાન્ય પ્રજામાં તો રોષ છે જ કે આ પરિવાર વ્હાલસોયાઓને ખોઇ બેઠા છે ત્યારે આ ચારા લાખ રૂપિયાની નોટોથી શું આંસુ લુછશે?

    ત્યારે આગની દુર્ઘટનામાં મૃત્યું પામેલી હેપ્પીનાં પિતા દીપકભાઇ દેવચંદભાઇ પાંચાણી વંડાવાળાએ તંત્ર સામે આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે, 'મારે ચાર લાખ રૂપિયા નથી જોઇતો. હું પાલિકાની ફાયર બ્રિગેડને જરૂરી સાધનો લાવવા માટે જોઇએ તો બીજા ચાર લાખ રૂપિયા ઉમેરીને આપુ. પરંતુ પાલિકાની ફાયર બ્રિગેડને જરૂરી તમામ સાધનો અપાવો. એટલે ભવિષ્યમાં આવી દુર્ઘટના ફરી ન સર્જાય.'


    આ દુર્ઘટના પછી સુરતમાં જ નહીં રાજ્યભરમાં ફાયરબ્રિગેડ વિભાગ સામે ફિટકાર વરસાવી રહ્યાં છે.

    આ પણ વાંચો :  સુરતઃ ટ્યુશનનો પહેલો દિવસ ઋતુ માટે બન્યો જિવનનો 'છેલ્લો દિવસ'

    આ પણ જુઓ : VIDEO: મારે કૂદવું પડે તેમ હતુ ગૂંગળામણ થતી હતી... ત્રીજા માળેથી કૂદેલા વિદ્યાર્થીની આપવિતી

    સામાન્ય માણસ એક જ સવાલ પૂછી રહ્યાં છે કે ગુજરાત મોડનાં આટલા મોટા શહેરમાં ફાયર વિભાગ પાસે જરૂરી સાધનો નથી? આપણે બહારની ખાવાનું મંગાવીએ છીએ તે પણ અડધો કલાક પહેલા તો આવી જાય છે ત્યારે ફાયરબ્રિગેડ ક્યાં ફસાયું હશે?
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Surat Fire, Surat fire tragedy, ગુજરાત, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन