ન્યૂઝ18 ગુજરાતી : ગઇકાલે સુરતમાં લાગેલી આગે આખા દેશને દઝાડ્યાં છે. આ ઘટનાનો વીડિયો જોઇને બધાનાં હોશ ઉડી ગયા હતાં. ત્યારે શહેરનાં તક્ષશિલા કોમ્પલેક્ષની આગમાં કમોતને વરેલા વિદ્યાર્થીઓ અને શિક્ષિકાઓને ઓળખવા ઘણાં જ મુશ્કેલ થઇ ગયા હતાં.
સ્મીમેર હોસ્પિટલમાં પોતાનાં વ્હાલસોયાનાં મૃતદેહ પરિવારજનોએ મન પર પથ્થર મુકીને શોધ્યાં હતાં. કલ્પાંતનો અવાજ એટલો હતો કે સાંભળીને કોઇનું પણ મન હચમચી જાય.અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં મૃત્યુંઆંક 20 સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચો: સુરત દુર્ઘટના: ટ્યૂશન ક્લાસીસના સંચાલકની કરાઇ અટકાયત
ત્યારે હોસ્પિટલમાં એકસાથે મુકેલા મૃતદેહોને શોધવા પરિવારજનોએ ઘડિયાળ, બુટ્ટી, વીંટી, મોબાઇલ, પહેરેલા કપડા, અંડર ગાર્મેન્ટનો આધાર લીધો હતો. આ વિદ્યાર્થીઓ ઘરેથી નીકળ્યાં ત્યારે કયા રંગનાં કપડા પહેર્યાં હતાં તે યાદ કરી કરીને મૃતદેહો શોધતા હતાં.
આ પણ વાંચો: 'કૂદવા સિવાય કોઇ ઓપ્શન ન હતો' સુરત આગમાં બચી ગયેલો વિદ્યાર્થી
આ પણ વાંચો: 20 માતાઓનો ખોળો થયો સૂનો, લાડકવાયાને મોકલ્યો હતો ભણવા, આવ્યો મૃતદેહ
સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મુકેલા મૃતદેહને ઓળખતા પરિવારજનોને જોતા કોઇનું પણ મન રળી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતાં.
ધોરણ 12નું અહીં ચકાશો પરિણામ.