સુરત બસ અકસ્માત : બાળકો શાળાએ જવા નીકળ્યાં પરંતુ હવે હંમેશા ગેરહાજર રહેશે

News18 Gujarati
Updated: November 20, 2019, 11:03 AM IST
સુરત બસ અકસ્માત : બાળકો શાળાએ જવા નીકળ્યાં પરંતુ હવે હંમેશા ગેરહાજર રહેશે
અકસ્માત બાદની તસવીર

આ અકસ્માતનાં બે કલાક બાદ તંત્ર જાગ્યું હતું અને ડિંડોલી બ્રિજને બંધ કરાવ્યો હતો.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : શહેરનાં (Surat) ડિંડોલી બ્રિજ (Dindoli bridge ) પર સિટી બસે (city bus) એક બાઇકને  (bike accident) અડફેટે લીધી હતી. જેમાં એક જ પરિવારનાં ત્રણ જણનાં મોત નીપજ્યાં છે. આ સાથે અન્ય એક બાઇક ચાલક પણ ગંભીર ઇજાગ્રસ્ત છે. આ ગોઝારો અક્સ્માત કરીને સિટી બસ જેને સુરતમાં બ્લૂ બસ (blue city bus) તરીકે આળખવામાં આવે છે તે પૂરપાટ ફરાર થઇ ગઇ હતી. જ્યારે અકસ્માત બાદ લોકોનાં ટોળે ટોળા ત્યાં ભેગા થયા હતાં. આ અકસ્માતનાં બે કલાક બાદ તંત્ર જાગ્યું હતું અને ડિંડોલી બ્રીજને બંધ કરાવ્યો હતો.

આ અકસ્માત સર્જાતા લોકોએ માનવતા દાખવી હતી. રસ્તા પર ચાર લોકો ઢળી પડ્યાં હતાં જેમાંથી ત્રણ લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં પરંતુ એક બાળકનાં શ્વાસ ચાલતા હતાં. તેને બે યુવાનોએ પોતાની બાથમાં ઊંચકીને તેઓ જ હૉસ્પિટલ લઇ ગયા હતાં. આ અક્સ્માતનું દ્રશ્ય એટલું કરૂણ હતું કે જોનારા બધાની આંખોમાં આંસુ આવી જાય. ત્રણ બાળકો રસ્તા પર પડ્યા હતાં. જેમાં એકની આંખ ફાટી ગઇ હતી તો એકનું માથુ ફાટી ગયું હતું. ત્રણેવનાં શાળાનાં દફતર વિખરાયેલા પડ્યાં હતાં. એક બાળક કે જેનામાં થોડો શ્વાસ બચ્યો હતો તે તો પોતાના શાળાનાં દફતર પર જ મોં રાખીને અધમુઓ પડ્યો હતો. જ્યારે આ બાળકોનાં વડીલનું પણ રસ્તા પર જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : સુરતમાં સિટી બસની અડફેટે પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત, એક બાળક ગંભીર

દુખની વાત તો એ છે કે સ્માર્ટ સિટી કહેવાતા સુરતનું તંત્ર ઘટનાસ્થળે પહોંચવામાં પણ એક કલાક કરતા વધારેનો સમય લગાડે છે. અકસ્માતનાં બે કલાક બાદ પોલીસ અને અઢી કલાક બાદ શબવાહિની ત્યાં પહોંચી હતી. આ સમય દરમિયાન ત્રણ મૃતદેહ રસ્તા પર જ પડી રહ્યાં હતાં. આ જોતા લોકોમાં પણ ઘણો જ રોષ વ્યાપ્યો હતો. તેઓ પણ આક્ષેપ કરતાં કહે છે કે, પોલીસની પીસીઆર વાન તો આવી ગઇ છે પરંતુ તેઓ ત્યાંનો ટ્રાફિકનું જ નિયંત્રણ કરી રહી છે. અકસ્માત બાદ પણ ત્યાં અવરજવર ચાલું હતું. જ્યારે બે કલાક પછી ડિંડોલી બ્રિજને બંધ કરાયો હતો.

અકસ્માત બાદની તસવીર


આ અકસ્માતમાં જે પરિવારનાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા. આ પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. મૃતકોનાં પરિવારને સંભાળવો ઘણો જ મુશ્કેલ પડી રહ્યો હતો.
Loading...


First published: November 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...