Home /News /south-gujarat /

Surat Crime: સુરતના ગોડાદરા વિસ્તારમાં ઉછીના રૂપિયા આપી યુવક ભરાયો, દેણદારે અર્ધનગ્ન કરી માર માર્યો

Surat Crime: સુરતના ગોડાદરા વિસ્તારમાં ઉછીના રૂપિયા આપી યુવક ભરાયો, દેણદારે અર્ધનગ્ન કરી માર માર્યો

સુરતના ગોડાદરા વિસ્તારમાં રૂપિયાની લેતીદેતીના ઝઘડામાં યુવકના કપડાં ફાડી બાથરૂમમાં પૂરી દીધો હતો.

Surat Crime News: સેલ્સમેન યુવાન રૂપિયાની ઉઘરાણી કરવા સુર્યા તિવારી અને તેના માણસો મારઝુડ કરી ખંડણી માંગતા પોલીસે ત્રણ માંથી મુખ્ય સૂત્રધાર સૂર્યા તિવારીની ધરપકડ કરી લીધી છે. જોકે બાકીના આરોપીઓ હાલમાં ફરાર છે.

સુરત (Surat News) ના સરથાણા (sarathana) ખાતે રહેતા યુવકે ત્રણ વર્ષ પહેલા ટુકડે-ટુકડે આપેલા 18 લાખની રકમ લેવાની ભારે પડી હતી. આ યુવકને નાણાંકીય લેતી-દેતીમાં ચપ્પુના ઘા ઝીંકી અર્ધનગ્ન હાલતમાં બાથરૂમમાં ગોંધી દેવાયો હતો. યુવક સાથે 16 લાખ રૂપિયા આપવાના બહાને બોલાવી મારપીટ કરી સામેથી 4 લાખ માંગનારા સૂર્યા તિવારી સહિત ૩ સામે ગુનો દાખલ કરાવતા પોલીસે (Gadodara Police) મુખ્ય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

સુરતમાં સતત વ્યાજખોરોની દાદાગીરી દિવસેને દિવસે વધી રહી છે. ઉછીના લીધેલા અથવા તો વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણીમાં પૈસા લઈને વ્યક્તિને જાહેરમાં માર મારવા સાથે પૈસાની વસૂલી કરતા હોવાની સતત ફરિયાદો સુરત પોલીસમાં આવી રહી છે ત્યારે સુરતના  સરથાણા જકાતનાકા પાસે આવેલ વજચોક ખાતે વજરાજ ટાઉનશીપમાં રહેતા ગોર્ધનભાઈ કાનજીભાઇ રાદડિયા ગોપી જ્વેલર્સ નામની દુકાનમાં સેલ્સમેન છે. 4 વર્ષ પહેલાં તેમની મુલાકાત મકાન દલાલીનું કામ કરતા સૂર્યા તિવારી સાથે થઇ હતી. 3 વર્ષ પહેલાં સૂર્યાને 18 લાખ ઉછીના આપ્યા હતા. જેમાંથી તેને 2 લાખ ચૂકવી દીધા હતા. ત્યારબાદ સૂર્યા તિવારીને કોલ કરી નાણાં પરત માંગતા તેને ખોટા વાયદાઓ આપતો હતો.

આ પણ વાંચો- સુરતઃ ફરીએકવાર એક તરફી પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન, ગર્ભવતી પ્રેમિકા પાસે સુસાઈડ નોટ લખાવી ઝેરી પીવડાવ્યું

ગત તા.22મીએ સવારે સૂર્યાને કોલ કરતા તેને નાણાં આપવા ગોડાદરામાં મહારાણા પ્રતાપ ચોક પાસે બોલાવ્યા હતા. રાદડિયા ત્યાં પહોંચતા સૂર્યા નજીકમાં ઉમિયાનગરમાં પોતાના ઘરે લઇ ગયો હતો. રાદડિયાનો મોબાઇલ, બાઇકની ચાવી અને હિસાબનો ચોપડો છીનવી લીધો હતો અને શર્ટ કઢાવીને બાથરૂમમાં પૂરી દીધો હતો. સાંજના સુમારે સૂર્યાના માણસોએ બાથરૂમનો દરવાજો તોડી અંદર અને બહાર કાઢી ફરી માર માર્યો હતો. સુર્યાએ ધમકી આપી રાદડિયાને તેના મોટાભાઇ ભરતભાઇ સાથે ફોન પર વાત કરાવી હતી. અને ચાર લાખ રૂપિયાની માંગણી કરી હતી.

જોકે પહેલા બે દિવસમાં આપવાની વાત કરતાં સૂર્યાએ રાદડીયાને છોડી દીધો છે પણ રાદડિયાના ભાઈ એક બે દિવસમાં પૈસા આપવાનું કહેતા જ ઉશ્કેરાઇને સૂર્યાએ ચપ્પુ કાઢી પેટના ભાગે ત્રણેક ઘા મારી દીધા હતા. બાદમાં ઇજાગ્રસ્ત હાલતમાં ફરી રાદડિયાને બાથરૂમમાં ગોંધી દીધો હતો. જેથી રાદડિયાએ ફોન પર સૂર્યાનું લોકેશન કઢાવી ત્યાં પહોંચી જઈને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- સુરતઃGujarat Assembly elections 2022: અરવિંદ કેજરીવાલ મિશન ગુજરાત પર, છોટુ વસાવા સાથે આદિવાસી સંમેલન કરશે

બનાવ સંદર્ભે પોલીસે ગોડાદરાના સૂર્યા તિવારી સહિત ૩ જણા સામે ખંડણીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે આ કેસમાં પોલીસે આ ગુનાનો મુખ્ય આરોપી સૂર્યા તિવારી ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. ત્યાં જ તેના સાગરિતોને પકડી પડવાની કવાયત ગોડાદરા પોલીસે શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Surat Crime Latest News, Surat crime Surat News, Surat police, સુરત, સુરત પોલીસ

આગામી સમાચાર