આગામી સમય કપરો! સુરતમાં આરોગ્ય સેવા સાથે સંકળાયેલા લોકોમાં Coronaના કેસ તંત્ર માટે ચિંતાનો વિષય


Updated: June 4, 2020, 11:41 PM IST
આગામી સમય કપરો! સુરતમાં આરોગ્ય સેવા સાથે સંકળાયેલા લોકોમાં Coronaના કેસ તંત્ર માટે ચિંતાનો વિષય
ન્યૂઝ મેડિકલ લાઇફ સાયન્સ વેબસાઇટ મુજબ ઇટલી અને સ્પેનના હોટ સ્પોટ વિસ્તારોના 1600 દર્દીઓ પર આ રિસર્ચ કરવામાં આવ્યું છે. જે હેઠળ જાણવા મળ્યું છે કે A પોઝિટિવ ગ્રુપના દર્દીઓને કોરોના સંક્રમિત થવા પર શ્વાસ લેવામાં સૌથી વધુ મુશ્કેલી થાય છે.

શહેરમાં જે રીતે હાલમાં કેસો વધી રહ્યા છે તેને જોતા આગામી સમયમાં આ દર્દીઓની સંખ્યા એટલી મોટી થઇ જશે

  • Share this:
સુરત : શહેરમાં દિન પ્રતિદિન કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે ત્યારે તંત્ર માટે વધુ ચિંતાનો વિષય બન્યો છે કે હાલમાં આરોગ્ય સેવા સાથે સંકળાયેલા લોકોના પણ વધુ કેસો સામે આવી રહ્યા છે. સિવિલ અને સ્મિમેર સહીતના કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવી ચૂકયા છે, હજુ પણ તબીબ, નર્સ, લેબ ટેકનિશયન, ફાર્માસિસ્ટ વિગેરેમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે ચિંતા ઉપજાવનારૂં છે. કેમ કે લોકડાઉન વખતે કેસ સતત વધી રહ્યા હતા. તે જ આરોગ્યતંત્ર માટે મોટો પડકાર હતો પરંતુ હવે તો અનલોક સાથે જ શહેરમાં લોકોની ગતિવિધીઓ પુરબહારમાં ચાલુ થઇ ગઇ છે. જે રીતે કેસ વધી રહ્યા છે તે જોતા આગામી સમય કપરો હશે તેવું લાગી રહ્યું છે.

શહેરમાં જે રીતે હાલમાં કેસો વધી રહ્યા છે તેને જોતા આગામી સમયમાં આ દર્દીઓની સંખ્યા એટલી મોટી થઇ જશે કે, શહેરમાં સરકારી તો ઠીક ખાનગી તબીબો અને હોસ્પિટલોની પણ સેવા લેવી પડે તેવી સ્થિતિની આશંકા છે. તેથી ખાનગી હોસ્પિટલોને પણ તેના ૫૦ ટકા બેડ ખાલી રાખવા સૂચના આપી દેવાઇ છે.

આવી સ્થિતિમાં આરોગ્ય ક્ષેત્રમાં વધી રહેલું સંક્રમણ તંત્રની ચિંતા વધારી રહ્યું છે, કેમકે છેલ્લા એક અઠવાડીયામાં તબીબો અને નર્સની સાથે સાથે લેબ આસિસ્ટન્ટ, મેડિકલ સ્ટોર સંચાલકો અને ફાર્માસિસ્ટોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોવાનું જણાયું છે. બુધવારે પણ એક નર્સ, એક લેબ આસ્ટિટન્ટ અને બે ફાર્માસિસ્ટોને કોરોનાનો ચેપ હોવાનું બહાર આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. જેમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ પણ કોરોનાની ચપેટમાં સપડાઈ રહ્યા છે. વરાછા ઝોન-એમાં મગોબ ખાતે ધનવર્ષા સોસાયટીમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા લીલાવતી હર્ષદભાઈ પટેલ (ઉ.વ.૫૬), જયારે સ્મીમેર હોસ્પિટલમાં ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં લેબ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને ડુંભાલ સુમન સિધ્ધી ખાતે રહેતા પ્રકાશ એકનાથ ઠાકુર (ઉ.વ.૪૦)ને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, આ સાથે એપલ હોસ્પિટલના ફાર્માસિસ્ટ હસમુખભાઇ નટવરભાઇ પટેલ (ઉ.વ.૪૮) (રહે. સુભાષ નગર લિબાયત) અને સનશાઈન ગ્લોબલ હોસ્પિટલના ફાર્માસિસ્ટ ભાવિક પરેશભાઈ શાહ (ઉ.વ.૨૭) (રહે. પ્રભુનગર સોસાયટી, પાલનપુર પાટીયા રાંદેર ઝોન)નો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા લોકોમાં વધી રહેલા કોરોના સંક્રમણ આગામી સમયમાં મોટી ચિંતા ઉભી કરે તેવા આસાર દેખાઇ રહ્યા છે.
First published: June 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading