હાલમાં ધો-12ના બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. દરમ્યાન સગીરાને ગત તા 30મીના રોજ ઉલ્ટીઓ થવા લાગી હતી.
Surat Rape case: ધો-12માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી હતી ત્યારબાદ બંને જણા એકબીજા સાથે વાતો કરતા પ્રેમસંબંધ થયો હતો. શક્તિએ વિદ્યાર્થિનીને લગ્ન કરવાની લાલચ આપી નવેમ્બર 2021 થી 30 માર્ચ 2022 દરમ્યાન અલગ અલગ જગ્યાએ મળવા માટે બોલાવી તેની મરજી વિરુધ્ધ શારીરીક સંબંધો બાંધ્યા હતા.
સુરત (Surat News)ના ગોડાદરા મહારાણા પ્રતાપ ચાર રસ્તા વિસ્તારમાં રહેતી ધો-12ની સગીર વિદ્યાર્થીની (Student)ને ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવેલા યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવકે લગ્ન કરવાની લાલચ આપી વિદ્યાર્થિની સાથે તેની મરજી વિરુદ્ધ ચારેક વખત શારીરીક સંબંધો (Rape case) બાંધ્યા હતા. તે દરમ્યાન વિદ્યાર્થિનીને ત્રણ માસનો ગર્ભ (Pregnunt)રહી ગયો હતો. ગર્ભવતી બનતા ટેન્શનમાં આવીને વિદ્યાર્થીનીએ હાલમાં ચાલતી ધો-12ના બોર્ડની પરીક્ષાના બે પેપર પણ આપ્યા ન હતા. આખરે બનાવ અંગે ગતરોજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી પ્રેમીને અટકાયતમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગોડાદરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મહારાણા પ્રતાપ ચાર રસ્તા રૂષિનગર સોસાયટીમાં રહેતા શક્તિ અનિરૂધ્ધ યાદવએ નજીકમાં રહેતા ધો-12માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી હતી ત્યારબાદ બંને જણા એકબીજા સાથે વાતો કરતા પ્રેમસંબંધ થયો હતો. શક્તિએ વિદ્યાર્થિનીને લગ્ન કરવાની લાલચ આપી નવેમ્બર 2021 થી 30 માર્ચ 2022 દરમ્યાન અલગ અલગ જગ્યાએ મળવા માટે બોલાવી તેની મરજી વિરુધ્ધ શારીરીક સંબંધો બાંધ્યા હતા. હાલમાં ધો-12ના બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. દરમ્યાન સગીરાને ગત તા 30મીના રોજ ઉલ્ટીઓ થવા લાગી હતી. તેના માતા પિતા તેને સારવાર માટે ખાનગી દવાખાને લઈ ગયા હતા ત્યાં સગીરાને ત્રણ માસનો ગર્ભ હોવાનુ બહાર આવતા સગીરા સહિત પરિવારના પગતળે જમીન ખસી ગઈ હતી. ગર્ભવતી બનતા સગીરા એકદમ નરવસ થઈ ટેન્શનમાં આવી ગઈ હતી અને ટેન્સનમાં તેણીએ બોર્ડની બે પરીક્ષા પણ આપી ન હતી.
પરિવારજનો દ્રારા ગઈકાલે નવી સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગયા હતા ત્યાં પણ તે ગર્ભવતી હોવાનુ બહાર આવતા આખો મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. સગીરાને તેના માતા પિતાએ પુછપરછ કર્યા બાદ ગતરોજ શક્તિ યાદવ સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી શકિત યાદવને અટકમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.