Home /News /south-gujarat /

સુરત આગ મામલે હાર્દિકે સરકારને આપી ચીમકી, 'ન્યાય નહીં તો ઉપવાસ'

સુરત આગ મામલે હાર્દિકે સરકારને આપી ચીમકી, 'ન્યાય નહીં તો ઉપવાસ'

હાર્દિક પટેલની ફાઇલ તસવીર

હાર્દિક પટેલ પણ મૃતકોનાં દુખમાં સહભાગી બનીને સરકાર અને તંત્ર સામે બાંયો ચડાવતા દેખાઇ રહ્યાં છે.

  ન્યૂઝ 18 ગુજરાતી : સુરતનાં સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભીષણ આગમાં 22 લોકોએ જીવ ગુમાવ્યાં છે. મૃતકોમાં મોટાભાગે વિદ્યાર્થીઓ છે. ત્યારે મૃતકોનાં પરિવારને સાંત્વના આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને દલિત નેતા જીગ્નેશ મેવાળી પણ સુરતમાં આવ્યાં હતાં. આ ઉપરાંત ગઇકાલે પાસે સુરત બંધની ચીમકી પણ ઉચ્ચારી હતી.

  ત્યારે આજે પાટીદાર નેતામાંથી કોંગ્રેસમાં જનાર હાર્દિક પટેલ પણ મૃતકોનાં દુખમાં સહભાગી બનીને સરકાર અને તંત્ર સામે બાંયો ચડાવતા દેખાઇ રહ્યાં છે.

  આ પણ વાંચો : 'મારે 4 લાખ નથી જોઇતા, હું 4 લાખ ઉમેરીને આપું, પરંતુ ફાયર વિભાગને સાધનો અપાવો'

  તેમણે આજે સવારથી પોતાના ટ્વિટર પર સુરત આગમાં મૃતકો માટે ન્યાય માંગી રહ્યાં છે. તેમણે ટ્વિટ કરીને ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, 'ગુજરાતની ભાજપ સરકાર સ્વર્ગીય બાળકોનાં પરિવારને ન્યાય આપી નહીં શકે તો આજે સાંજથી હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસની સામે અનસન પર બેસીશ. એક તરફ માતમ છે અને બીજી તરફ ભાજપ પોતાનાં વિજય ઉત્સવમાં વ્યસ્ત છે. સુરતની જનતા પાસેથી કરોડોનો ટેક્સ લેવામાં આવે છે પરંતુ સુવિધા અપાતી નથી.'  આ ઉપરાંત હાર્દિક પટેલે અન્ય એક ટ્વિટ પણ કરી હતી.  કયા કયા નેતાઓ પરિવારને મળ્યાં

  મહત્વનું છે કે દુર્ઘટનાની જાણ થતાં જ સીએમ રૂપાણી 24મીએ સાંજે આવી ગયા હતાં. વિપક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને દલિત નેતા જીગ્નેશ મેવાણી ઘટના સ્થળની મુલાકાતે દોડી આવ્યાં હતાં. આ નેતાઓએ જવાબદારો સામે આકરા પગલાં લેવાની માંગ કરી હતી. સાથે જ મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી.

  આ પણ વાંચો : 'પપ્પા હું બારીમાંથી કુદી જાવ છું, મારો જીવ બચાવવાની કોશિશ કરીશ'

  ચર્ચાને કારણે આવ્યો હાર્દિક?

  ઘટના બાદ લોકોમાં ચર્ચા પણ ચાલી રહી હતી કે પાટીદાર અનામત આંદોલન સમયે સુરત એપી સેન્ટર બની ગયું હતું. વરાછા અને સરથાણા પાટીદારોના ગઢ છે. આંદોલન વખતે અહીંથી હાર્દિક પટેલને ઘણો જ સહયોગ મળ્યો હતો. ત્યારે સુરતમાં આટલી મોટી ઘટના થઇ છતાં હાર્દિક પટેલે અહીં આવવાની પણ તસ્દી લીધી નથી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: CM Vijay Rupani, Surat Fire, Surat fire tragedy, Surat tragedy, કોંગ્રેસ, ગુજરાત, ભાજપ, સુરત, હાર્દિક પટેલ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन