પ્રેમ કહાનીનો કરુણ અંત! ભરુચમાં પરિવારની મરજી વિરુદ્ધ કર્યા પ્રેમલગ્ન,સુરત આવેલી પરિણીતાએ કરી આત્મહત્યા

પ્રેમ કહાનીનો કરુણ અંત! ભરુચમાં પરિવારની મરજી વિરુદ્ધ કર્યા પ્રેમલગ્ન,સુરત આવેલી પરિણીતાએ કરી આત્મહત્યા
પ્રતિકાત્મક તસવીર

લગ્નના થોડા દિવસો બાદ જ સંતોષ પત્ની સુનિતા સાથે નાની નાની બાબતે ઝઘડો કરીને મારઝુડ કરતો હતો. જો કે પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરતા પિતાએ સંબંધ તોડી નાખ્યા હતા.

  • Share this:
સુરતઃ ભરૂચમાં (Bharuch) પ્રેમ સંબંધમાં (love story) પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરી પરિણીતાએ (woman suicide) મોટા વરાછા રહેવા આવી ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જો કે આ મામલે પરિણીતાનાં પિતાએ પતિ વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે (police complaint) આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. અને સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં રોજબરોજ આપઘાતની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરીને મોટા વરાછા રહેવા આવેલી પરિણીતાએ ફાંસો ખાઇ આત્મહત્યા કરવાના બનાવમાં પતિ વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે.ભરૂચના નેત્રંગમાં વણખુટા ગામે રહેતા રમેશ રતિલાલ વસાવાની 19 ‌વર્ષની દીકરી સુનિતાને ગામમાં રહેતા સંતોષ નટુ વસાવા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જો કે પ્રેમ સંબંધમાં એકાદ વર્ષ પહેલા માતા-પિતાની મરજી વિરૂદ્ધ આ બંને જણાએ ભાગી લગ્ન કર્યા હતા. જો કે લગ્ન કર્યા બાદ સંતોષ અને સુનિતા સુરત આવી ગયા હતા.

આ પણ વાંચોઃ-

અને મોટા વરાછાના અબ્રામા રોડના દરબારી મહોલ્લામાં રહેતા હતા. અને લગ્નના થોડા દિવસો બાદ જ સંતોષ પત્ની સુનિતા સાથે નાની નાની બાબતે ઝઘડો કરીને મારઝુડ કરતો હતો. જો કે પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરતા પિતાએ સંબંધ તોડી નાખ્યા હતા.

આ પણ વાંચોઃ-

પિતાએ સંબંધ તોડી નાખ્યો હોવાથી સુનિતા સુરતમાં રહેતી મોટી બહેન શર્મિલાને સમગ્ર ઘટનાની આપવીતી જણાવી હતી. જેથી આ વાત બાદ સંતોષે સારી રીતે રાખવાનું કહ્યું હતું. પરંતુ સંતોષનો ત્રાસ વધી ગયો હતો.જેથી પતિના ત્રાસથી કંટાળી ગત તા.13મીએ સુનિતાએ ઘરમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જો કે સમગ્ર મામલાની જાણ પિતાને થતા બનાવ અંગે મરનારના પિતા રમેશ વસાવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંતોષ વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:January 16, 2021, 17:52 pm

ટૉપ ન્યૂઝ