સુરતમાં વિચિત્ર કિસ્સો, કોરોનાના દર્દીને સારી સુવિધા આપવાના નામે અનોખી રીતે ઠગાઈ કરતો ભેજાબાજ ઝડપાયો

સુરતમાં વિચિત્ર કિસ્સો, કોરોનાના દર્દીને સારી સુવિધા આપવાના નામે અનોખી રીતે ઠગાઈ કરતો ભેજાબાજ ઝડપાયો
લોકડાઉનમાં અનોખી રીતે ઠગાઈ કરતો ઠગ ઝડપાયો

20 તારીખે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઇરલ થયો હતો, જેમાં એક યુવાન પોતાના અંગત ફાયદા માટે સમરસ હોસ્ટેલમાં પોતાનું સેટીંગ છે અને

  • Share this:
કોરોના વાઇરસને લઇને લોકડાઉન છે, ત્યારે કોરોના પોઝિટિવ દર્દીના સંબધીને સુરતના વીર નર્મદ યુનિવર્સીટી ખાતે આવેલ સમરસ હોસ્ટેલ ખાતે રાખવામાં આવ્યા છે, ત્યારે ત્યાં રહેતા દર્દીના સંબધીને સારી સવલત આપવા સાથે ઘરની મન ભાવતી ખાવા પીવાની વસ્તુ આપવા માટે સેટીંગ છે, અને આના માટે અધિકારીને રૂપિયા આપવા પડશે, તેવો વિડીયો વાઇરલ કરી છેતરપિંડી કરતો હતો, આ ઈસમ શંકાસ્પદ દર્દીના સંપર્કમાં આવીને જાહેરમાં ફરતો હોવાને લઇને પોલીસે તેની ધરપકડ કરી છે.

કોરોના વાઇરસને લઇને તંત્ર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું છે ત્યારે કોરોના પોઝિટિવ આવતા દર્દીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવે છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોને યુનિવર્સિટી રોડ પર આવેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની સમરસ બોય્સ હોસ્ટેલમાં કોરોના શંકાસ્પદ દર્દીને હોમ કોરન્ટાઇન કરવામાં આવે છે. અહીંયા દાખલ લોકોને સરકાર તરફથી તમામ સવલત અને જમવાનું મફતમાં આપવામાં આવે છે, ત્યારે 20 તારીખે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઇરલ થયો હતો, જેમાં એક યુવાન પોતાના અંગત ફાયદા માટે સમરસ હોસ્ટેલમાં પોતાનું સેટીંગ છે અને દર્દીઓને તેમના ઘરે બનાવેલ મનપસંદ ચીજ વસ્તુઓ ખાવાપીવા માટે પહોંચાડી શકાય છે અને તે માટે ત્યાં હાજર અધિકારીને પૈસા આપવા પડતા હોય છે તેવી ખોટી હકિકત દર્શાવતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.જોકે આ વિડીયો બાબતે મામલતદાર વાઘેલા સાહેબને ધ્યાને આવતા, આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા આ વિડીયો કતારગામ વિસ્તારમાં રહેતા જીગર રાવલ નામના ઈસમ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો. જોકે આ ઇસમ પોતાના અંગત ફાયદા માટે આ ખોટું કામ કરતો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચે આ ઇસમને ઝડપી પાડી એની પૂછપરછ કરતા આ ઈસમ મોબાઇલ એસેસરીના વ્યવસાય સાથે જોડાયેલો છે, કોરોનાવાયરસની મહામારી વચ્ચે સમરસ હોસ્ટેલ ખાતે દાખલ કરેલા દર્દીના સગાઓને મળી અધિકારીઓ સાથે સારા સંબંધ હોવાથી દર્દીને સારી સવતાલ આપવાનું કહીને પહેલા વાતમાં ભોળવતો હતો, ત્યારબાદ અધિકારીની ઓળખાણ આપીને દર્દીના સંબધીને વિશ્વાસમાં લઇને છેતરપિંડી કરતો હોવાની કબૂલાત કરી હતી. જોકે આ ઈસમ શંકાસ્પદ દર્દીઓના સંપર્કમાં આવીને મહામારીની આ બીમારી ફેલાવા જાહેરમાં ફરતો હોવાને લઇને પોલીસે આ ઇસમાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે.
Published by:News18 Gujarati
First published:April 22, 2020, 18:28 pm

ટૉપ ન્યૂઝ