Home /News /south-gujarat /

સુરતઃ Diwali ટાંકણે જ ધાડપાડુ ટોળકીનો આતંક, એક જ રાતમાં હોટલ માલિક, કાપડ દલાલ સહિત ચાર જણાને ચપ્પુ મારી લૂંટી લીધા

સુરતઃ Diwali ટાંકણે જ ધાડપાડુ ટોળકીનો આતંક, એક જ રાતમાં હોટલ માલિક, કાપડ દલાલ સહિત ચાર જણાને ચપ્પુ મારી લૂંટી લીધા

પ્રતિકાત્મક તસવીર

રેસ્ટોરન્ટના માલીકને પેટમાં ચપ્પુ મુકી ધંધાના વકરાના રૂપિયા ૧૭ હજાર અને મોબાઈલ મળી રૂપિયા ૨૨,૫૦૦ના મતાની લૂંટ ચલાવી નાસી ગયા હતા.

સુરતઃ દિવાળી તહેવારને (Diwali festival) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગુનેગારો સક્રિય બન્યા છે. ગઈકાલે નાઈટમાં અમરોલી (Amaroli) વિસ્તારમાં બે બાઈક ઉપર આવેલા છ લુંટારૂઓઍ (Robbers) મોટા વરાછા રિંગરોડથી દુખીયાના દરબાર જતા રોડ ઉપર સંબંધીના ખબર અંતર પુછી બાઈક પર ઘરે જતા કાપડ દલાલ અને તેના મિત્ર આંતરી રૂપિયા ૯૫૦૦ની જયારે ઉત્રાણ સુમન આવાસ પાસે કારીગરને મુકવા જતા રેસ્ટોરન્ટના માલીકને પેટમાં ચપ્પુ મુકી ધંધાના વકરાના રૂપિયા ૧૭ હજાર અને મોબાઈલ મળી રૂપિયા ૨૨,૫૦૦ના મતાની લૂંટ ચલાવી નાસી ગયા હતા.

બનાવ અમરોલી પોલીસના જણાવ્યા મુજબ કાપોદ્રા ગૌતમપાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ બચુભાઈ ઠુમ્મર  (ઉ.વ.૪૨) પ્રિન્ટીંગ પ્રેસની સાથે હીરાબાગ ખાતે સાંઈ ઢોસાના નામે રેસ્ટોરન્ટ ચલાવે છે. રાજેશલભાઈ ગઈકાલે રાત્રે ધંધાના વકરાના રોકડા ૧૭ હજાર લઈ તેના કારીગર નટુભાઈને મુકવા માટે જતા હતા તેવખતે અમરોલી ઉત્રાણ સુમન આવાસ પાસે બે બાઈક ઉપર આવેલા સાગર સહિત છ જણાઍ તેમને આંતરી ઉભો રાખ્યો હતો.

રાજેશના ગળાના ભાગે ચપ્પુ મુકી ધંધાના વકરાના રૂપિયા ૧૭,૦૦૦, મોબાઈલ અને નટુભાઈનો મોબાઈલ મળી કુલ રૂપીયા ૨૨,૫૦૦ના મતાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. જયારે બીજા બનાવમાં  હીરાબાગ અમરદીપ સોસાયટીમાં રહેતા સુનિલભાઈ જયંતીભાઈ નાકરાણી (ઉ.વ.૪૭) કાપડ દલાલીનું કામ કરે છે.

આ પણ વાંચોઃ-Diwali 2020: ચપટી વગાડતા જ ઘરમાંથી ભાગી જશે બધી જ ગરોળીઓ, આ વસ્તુઓ ગરોળીને નથી ગમતી

સુનીલ ગઈકાલે રાત્રે સાડા ચારેક વાગ્યે તેના મિત્ર દિનેશ સાથે ઓલપાડના વેલંજા ગામ ખાતે તેના બિમાર ફોઈના ખબર અંતર પુછીને પરત ઘરે જતા હતા તે વખતે મોટા વરાછા રિંગરોડથી દુખીયાના દરબાર રોડ વચ્ચે બે બાઈક ઉપર ત્રીપલ સવારી આવેલા છ જણાએ તેમને આંતરી ઉભા રાખ્યા હતા.

આ પણ વાંચોઃ-સેલ્ફીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સોઃ karwa chauth બાદ ફરવા ગયો પરિવાર, Selfie લેવા જતા 800 ફૂટ ઊંડી ખીણમાં પડતા મહિલાનું મોત

આ પણ વાંચોઃ-યુવતી કુંવારી છે તો ગર્ભપાતના રૂ.10,000 થશે', મહિલા ડોક્ટરની કરતૂત કેમેરામાં થઈ કેદ, વીડિયો વાયરલ થયો

અને સુનીલભાઈને ચપ્પુના ઘા માર્યા હતા અને પેટના ભાગે ચપ્પુ મુકી મોબાઈલ, અને દિનેશ પાસેથી રોકડા ૩૫૦૦ મળી કુલ રૂપિયા ૯૫૦૦ના મતાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે બંને ફરિયાદ અલગ અલગ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.બંને લૂંટની ઘટના ત્રણ કલાકના સમયગાળામાં બની છે અને બંનેમાં બે બાઈક પર આવેલા છ જણા છે જેથી બંને લૂંટમાં ઍક ટોળકીની સંડોવાયેલી હોવાની આશંકા સાથે પોલીસે તે દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
Published by:ankit patel
First published:

Tags: ગુજરાત, લૂંટ, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन