Home /News /south-gujarat /

સુરત તંત્રનો મહત્વનો નિર્ણય! સેન્ટ્રલ ઝોનમાં ક્લસ્ટરનું કદ વધુ નાનુ કરાયું, મટન, શાકભાજી, મચ્છી માર્કેટ બંધ રહેશે

સુરત તંત્રનો મહત્વનો નિર્ણય! સેન્ટ્રલ ઝોનમાં ક્લસ્ટરનું કદ વધુ નાનુ કરાયું, મટન, શાકભાજી, મચ્છી માર્કેટ બંધ રહેશે

ફાઈલ તસવીર

આજે મનપા કમિશ્નરે કતારગામ અને વરાછા-એ ઝોન વિસ્તારમાં 294 ઘરોમાં રહેતા 1100થી વધુ લોકોને ફરજિયાત હોમ ક્વોરેન્ટાઇન કરવાનો નિર્ણય કર્યો છે.

સુરતઃ નવા પોઝિટિવ કેસોના આધારે આજે મનપા કમિશ્નરે (SMC Commissioner) કતારગામ અને વરાછા-એ ઝોન વિસ્તારમાં 294 ઘરોમાં રહેતા 1100થી વધુ લોકોને ફરજિયાત હોમ ક્વોરેન્ટાઇન કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ લિંબાયત ઝોન વિસ્તારમાં ભાઠેના વિસ્તારના વિવિધ સોસાયટી, એરિયાના ક્લસ્ટરને રી-સ્ટ્રક્ચરિંગ કરવામાં આવ્યું છે. ભાઠેના વિસ્તારમાંથી 36762 ક્લસ્ટરમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

એજ રીતે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પણ ઝાંપાબજાર સલાબતપુરા વિસ્તાર, બેગમપુરા, નવાપુરા, ગોપીપુરા વિસ્તાર માટે અમલી કરવામાં આવે ક્લ્સ્ટરને રી-ક્લસ્ટર કરવામાં આવ્યું છે અને હોમ ક્વોરેન્ટાઇન કરાયેલ વિસ્તારનું કદ ઘટાડવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વિવિધ માર્કેટો જેવી કે નાનપુરા મટન/બીફ, મચ્છી, વેજિટેબલ માર્કેટ, નાનપુરા હોલસેલ ફિશ માર્કેટ, નવસારી બજાર મટન/મચ્છી/વેજિટેબલ માર્કેટ, સલાબતપુરા-પીપરડીશેરી, સલાબતપુરા-ફિશમાર્કેટ, કમેલા દરવાજા-કતલખાનુ, ઝાંપાબજાર-મટન/શાકમાર્કેટ, બરહાનપુરી-ભાગળ શાક/સૂપ માર્કેટ, દિલ્હીગેટ મચ્છી માર્કેટ, ગલેમંડી શાકમાર્કેટ, લાલદરવાજા શાકમાર્કેટ, ચૌટાબજાર શાકમાર્કેટ સૈયદપુરા મટન/શાકમાર્કેટ બીજા હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-તંત્રની ઘોર બેદરકારી! સુરતમાં કોરોના પોઝિટિવ બે દર્દીઓ સ્મીમેર હોસ્પિટલમાં રિપોર્ટ લેવા પહોંચતા દોડધામ

ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને પ્રાથમિક સારવાર નથી આપવામાં આવતી: મનપા કમિશ્નર
મ્યુ કમિશ્નરે વધુમાં કહ્યું હતું કે, કોરોના પોઝિટિવ કેસોને અટકાવવા માટે મનપા એઆરઆઇના કેસ શોધવા માટે દ્વારા ડોર ટુ ડોર સરવે કરવામાં આવી રહ્યો છે. દરમિયાન મનપાને ખાનગી કલિનિક, હો‌સ્પિટલમાંથી એઆરઆઇના કેસ મળી આવ્યા છે. જેમા ગણા બધા કેસ એવા છે કે ખાનગી તબીબોએ દર્દીને પ્રાથમિક સારવાર આપી નથી. જો પ્રાથમિક સારવાર આપવામાં આવી હોત તો શરૂઆતના તબક્કામાં જ પોઝિટિવ કેસોને અટકાવી શકાતે. જયારે અન્ય કિસ્સાઓમાં હોમિયોપેથિક તબીબો દ્વારા દર્દીઓને એલોપેથિક દવા આપી હોયનું મેડીકલ ટેસ્ટમાં બહાર આવ્યું છે. કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓને શરૂઆતના તબક્કમાં હોઇડ્રોકલોરીક દવા આપવાથી દર્દીની સ્થિતિમાં સુધારો થાય છે.

આ પણ વાંચોઃ-પહેલીવાર સફાઈ કર્મીઓ માટે પોલીસે માનવતા દાખવી, અમદાવાદ ગ્રામ્ય પોલીસે કર્યું સન્માનીય કામ

ત્રણ ઝોનમાં વૃદ્ધોની તકેદારી રાખવા દવાનું વિતરણ
આ ઉપંરાત તેમણે કહ્યું હતું, કોરોના વાયરસની સૌથી વધુ અસર વૃધ્ધોમાં જોવા મળી રહી છે. પરીણામે મનપા દ્વારા એેપીએેકસ સર્વે દરમિયાન કયા ઝોનમાં કેટલા વૃધ્ધો છે અને તેમની કઇ બિમારી છે, તેની એક યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીના આધારે ત્રણ ઝોનમાં વૃદ્ધોની તકેદારી રાખવાના ભાગરૂપે દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એક ગાઇડ લાઇન પણ તૈયાર કરવામાં આવી છે. ગાઇડ લાઇન મુજબ વૃધ્ધોએે ઘરની બહાર નિકળવું નહી. સોશ્યલ ડિસ્ટન્શનું પાલન કરવું, જે દવા ચાલતી હોય તે સમયસર લેવી જોઇએે, ઘરના સભ્યોએે વૃધ્ધોની કાળજી લેવો જોઇએે.

આ પણ વાંચોઃ-ઉનાળામાં ચોમાસા જેવો માહોલ, અમદાવાદમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ, લોકોને ગરમીમાંથી રાહત મળી

ખાનગી હોસ્પિટલોને કોવિડ-19 તરીકે કાર્યરત કરાશે
શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થતા શહેરની ખાનગી હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરાશે. દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે સુરત મનપાએે મેડીકલ એેસોશીએશનના સભ્યો, વિવિધ ખાનગી હોસ્પિટલના તબીબો સાથે સંકલન કરીને તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકડાઉન પુર્ણ થયા બાદ જાહેર થયેલા અનલોકમાં લોકો બેફામ બન્યા છે. કોરોના શહેરમાંથી ચાલ્યો ગયો હોવાનું માનીને રસ્તા પર ઉતરી આવ્યા છે. કોરોનાનું સંક્રમણ વધવાને કારણે પોઝિટિવ કેસ સાથે ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ન્યુ સિવિલ કોવિડ-19 હોસ્પિટલમાં બેડની ક્ષમતાને આરે હોવાની શક્યતા સેવાતા સ્મીમેર હોસ્પિટલના મલ્ટીલેવલ પાર્કીગમાં બનાવામાં આવેલા કોવિડ કેર સેન્ટરને કાર્યરત કરવાની તજવીજ મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે.

મનપાની કચેરીમાં કામ કરતા કર્મચારીઓ વેઠ ઉતરવાની ફરિયાદો
કોરોના વાયરસના સંક્રમણ અટકાવા સુરત મહાનગર પાલિકા કમિશનર સાથે સફાઈ કામદાર છેલ્લા બે મહિનાથી પોતાના જીવના જોખમે સુરતના યોદ્ધા બનીને સતત કામ કરી રહ્યા છે. ત્યારે આજ મનપાની કચેરીમાં કામ કરતા કર્મચારી પોતાની જવાબદારી સમજી રહ્યા નથી. લોકો કોરોના લઇને ઓનલાઈ ફરિયાદ અથવા ફોન કરીને ફરિયાદ કરે છે ત્યારે આ અધિકારી તેમને ઉડાવ જવાબ આપીને કામગીરીમાંથી બચવાનો પ્રયાસ કરે છે. ત્યારે આવા કર્મચારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Published by:ankit patel
First published:

Tags: Coronavirus, COVID-19, Lockdown, SMC, Surat Municipal corporation, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन