સુરતમાં સતત વધી રહેલી ગનોખોરી ડામવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા પહેલાં દારૂ ત્યાર બાદ નશીલા પદાર્શ અને હવે ગેરકાયદેસર શેરબજારની ઓફિસમાં ડબ્બા ટ્રેડિગ કરી જુગાર રમાડવામાં આવતો હોય તેવી જગ્યા પર દરોડાના આદેશ બાદ આજે પોલીસે અથવા વિસ્તારમાં દરોડા પડી જુગાર રમડાતા શખ્સો સાથે 3 લાખનો મુદામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર પ્રવૃતિ સાથે અનેક ગુનાઓ બનતા ગુનાખોરી સતત વધી રહી હતી. જેને લઈને પોલીસ કમિશનર તરીકે ચાર્જ લીધા બાદ સુરતમાં ગુનાખોરી ડામવા માટે સતત પોલીસને કાર્યવાહી કરવાના આદેશ વચ્ચે પહેલા પ્રાહિબિશનના ગુના અને ખાસ કરીને દારૂના વેચાણ અને તેની ખેપ મારતા લોકો પર પોલીસની તવાઈ જોવા મળી હતી.
આ પણ વાંચો : સુરત : 24 કલાકમાં 278 દર્દીઓ Coronaની ઝપટમા, ફરી વરાછાના બંને ઝોનમાં ચિંતા વઘી
જોકે ત્યાર બાદ નશીલા પદાર્થનું વેચાણ કરતા લોકો પર સુરત પોલીસે તવાઈ બોલાવ્યા બાદ જુગાર અને તેમાં પણ ગેરકાયદે શેર-બજારનું ટ્રેડિંગ કરીને જુગાર રમાડતા લોકો પર તવાઈ બોલવાની શરૂ કરી છે. ત્યારે આજે સુરતના રિંગરોડ ખાતે આવેલા કડીવાલા સ્કુલની બાજુમાં આવેલ તિરૂપતી એપાર્ટમેન્ટના ચોથા માળે ફલેટ નં.જીજે ૪ માં ગોવિંદ સુથાર અને જીતુ ચોપડા નામના રાજસ્થાની ઇસમો તેમના અન્ય સાગરીતોની સાથે ભેગા મળી પોતાના આથિક લાભ મેળવવા સારૂ શેરબજાર ડબ્બા ટ્રેડીંગનો જુગાર રમાડતા હતા. તેઓની આ ગેરકાયદેસર પ્રવુતી ચાલુ છે . જે બાતમી આધારે સુરત રીંગ રોડ , કડીવાલા સ્કુલની બાજુમાં આવેલ તિરૂપતી એપાર્ટમેન્ટ ફલેટ નં.જી / ૦4 માં રેડ કરતા ત્યાં કામ કરતા આરોપીઓ સુમીત રાધેશ્યામ લધડ, હરીશકુમાર ગોવિંદરામજી સુથાર, અભિષેક અમરનાથ મિશ્રાને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : સુરત : પોલીસના જુગારધામ પર દરોડા, 24 જુગારીઓ ઝડપાયા, 'શકુનિઓ'ની બાજી બગડી
જોકે પોલીસ આ ઓફિસમાંથી કોમ્પ્યુટર લેપટોપ 7 જેટલા મોબાઇ ફોન ડબ્બા ટ્રેડિક ના આંકડા લખાઈ નોટબુક માંડીને રૂપિયા 2.60 લાખનો મુદામાલ કબજે કરી પકડાયેલ 3 ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ કરતા આ ઓફિસ ના માલિક જીતુ ચોપડા અને ગોવિદ સુથારને પોલીસે વોન્ટેડ જાહેર કરી આ મામલે વધુ તપાસ શરુ કરી છે જોકે પોલીસ ની આ કાર્યવાહી ના પગલે શેર બજાર ના નામે ડબ્બા ટ્રેડિગ વડે જુગાર રમાડતા લોકો માં ફફડાટ મચી જવા પામ્યો છે. રમાડચા હતા