સુરત : લૉકડાઉનમાં કાળાબઝારી, ગેરકાયદેસર સિલિન્ડર રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું

સુરત : લૉકડાઉનમાં કાળાબઝારી, ગેરકાયદેસર સિલિન્ડર  રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું
પ્રતિકાત્મક તસવીર

સુરતના પાંડેસરની ઘટના, દુકાન અને ઓફિસમાંથી ઝડપાયું ગેરકાયદેસર રીફીલીંગ કૌભાંડ, ઉપરાંત આરોપીએ કોરાનાનં સંક્રમણ થાય તેવું પણ કારસ્તાન કર્યુ

  • Share this:
સુરત : કોરોના વાઇરસને (Coronavirus) લઇને દેશમાં લોકડાઉન (Locdkdown) આપવામાં આવ્યુ છે ત્યારે કેટલાક લોકો આ તકનો લાભ લઈને ગેરકાયદે પ્રવુતિ કરતા હોય છે. ત્યારે સુરત શહેરના (Surat) પાંડેસરાના ગોવાલક રોડ પર પ્રોવિઝન સ્ટોર અને મની ટ્રાન્સફરની ઓફિસની આડમાં 19 લિટરના કોર્મશીયલ ગેસ સિલિન્ડરમાંથી 4 લિટરના સિલિન્ડરમાં રીફિલિંગ કરવાના બે નંબરી ધંધા પર ત્રાટકી પાંડેસરા પોલીસે કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

કોરોના વાયરસના સક્રમણે અટકાવવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 21 દિવસ ના  લોક્ડાઉન અંતર્ગત જીવન જરૃરી ચીજવસ્તુઓની જ દુકાનો ખુલ્લી રહે છે ત્યારે કેટલાક લોકો આવા સમયે કમાણી કરવા ગેરકાયદે પ્રવુતિ કરતા હોવાનું સામે આવ્યુ છે, ત્યારે સુરતની પાંડેસરા પોલીસને માહિતી મળી હતી કે  ગોવાલક રોડ સ્થિત આર્શીવાદ સોસાયટીમાં આવેલા પ્રોવિઝન સ્ટોરમાં અનાજ-કરિયાણું ખરીદવા માટે ભારે ભીડ જામેલી હતી.આ પણ વાંચો :   ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો : કુલ 144 કેસ, અમદાવાદમાં વધુ 11 કેસ નોંધાયા, 11માંથી 10 મુસ્લિમ

જેથી ત્યાંથી પસાર થતી પાંડેસરા પોલીસે વાયરસના સંક્રમણને અટકાવવા માટે ભીડ દુર કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પોલીસ જોવા મળ્યું હતું કે  દુકાનદાર નરેશ મીઠાલાલ ખત્રી દ્વારા 19 લિટરના કોર્મશીયલ ગેસ સિલિન્ડરમાંથી 4 લિટરના સિલિન્ડરમાં રીફીલીંગ કરવામાં આવી રહ્યું છે. નરેશની દુકાન ઉપરાંત બાજુમાં જ આવેલી મની ટ્રાન્સફરની ઓફિસમાં પણ ગેરકાયદે ગેસ સિલિન્ડરમાં રીફીલીંગ થતું હોવાનું પોલીસને ધ્યાને આવતા પોલીસે મની ટ્રાન્સફરની ઓફિસ ધરાવતા રાજેશ અવધેશ પ્રસાદ ને અટકાયતમાં લીધો હતો.

આ પણ વાંચો :   Coronavirus : કોરોના સામે લડવા 'રામબાણ' સાબિત થશે આ દવા, સરકારે એક્સપોર્ટ પર મૂક્યો પ્રતિબંધ

પાંડેસરા પોલીસે કોરોના વાયરસની વૈશ્વિક મહામારી અંતર્ગત લોકોની ભીડ એક્ઠી કરવા ઉપરાંત ગેરકાયદે ગેસ રીફીલીંગ કરી લોકોના જીવને જોખમમાં મુકવા બદલ પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Published by:News18 Gujarati
First published:April 06, 2020, 14:21 pm