પાંડેસરા વિસ્તારમાં આવેલા દેવકી નંદન સ્કૂલ ખાતેના બુથ પર ઘર્ષણ સર્જાયું હતું. જેમાં ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે અપક્ષ ઉમેદવાર અજય ચૌધરીના કાર્યકરોએ આવીને ભાજપના કાર્યકરોને ધમકી આપી હતી. આ વાતના રોષ સાથે અપક્ષના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જોકે, આ બાબત હિંસક સ્વરૂપમાં ફેરવાય તે પહેલા જ પોલીસે મામલો શાંત પાડ્યો હતો.
ઉધના વિધાનસભામાં ભાજપે ટીકિટ ન આપતાં ઉતરભારતીયોનું પ્રતિનિધિત્વ કરતાં અજય ચૌધરીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અપક્ષ ઉમેદવાર સક્ષમ હોય ભાજપ સામે સીધી ટક્કર થઈ રહી હોવાના મતે અપક્ષના કાર્યકરો દ્વારા પાંડેસરા વિસ્તારમાં આવેલા દેવકી નંદન સ્કૂલ ખાતેના મતદાન બુથ પરથી ધામ ધમકી આપવામાં આવી હોવાનું ભાજપના કાર્યકરોએ જણાવ્યું હતું.
તે ઉપરાંત બીજેપીના કાર્યકર્તાઓએ જણાવ્યું હતુ કે, અનૂપ રાજપૂત સહિત કેટલાક કાર્યકરો બુથ પર આવીને મતદારોને ધાક ધમકી આપી રહ્યાં હતાં. અને જો કોઈપણ ઉતર ભારતીયે બીજેપીને વોટ આપ્યો તો માર મારવામાં આવશે. સાથે બુથ પર બેસેલા કાર્યકરોને ધમકાવવામાં આવ્યાં હતાં. આ વાતને લઈને બીજેપી અને અપક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જો કે, મામલો વધુ વણસે તે અગાઉ પોલીસે સમગ્ર ઘર્ષણ પર કાબુ મેળવી લીધો હતો. અને મામલો શાંત કરાવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર