સુરત : ICICI બેન્ક સાથે Gold લોનના નામે રૂપિયા 2.55 કરોડની ઠગાઈ, 41 વાર લોન લઈ કૌભાંડ આચર્યુ

સુરત : ICICI બેન્ક સાથે Gold લોનના નામે રૂપિયા 2.55 કરોડની ઠગાઈ, 41 વાર લોન લઈ કૌભાંડ આચર્યુ
પ્રતિકાત્મક તસવીર

22 સામે ગુનો દાખલ, મિશ્ર ધાતુ ઉપર સોનાનું પરખ ચડાવી તેના ઉપર લોન લીધી: મોટા વરાછા, ઉત્રાણ, યોગીચોક, સરથાણા, કતારગદામ અને પીપલોદની શાખામાંથી ઍક બે નહી પરંતું 41 વખત લોન મેળવી

  • Share this:
હેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ આઈસીઆઈસીઆઈ (ICICI Banks) બેન્કમાં મિશ્ર ધાતુ ઉપર સોનાનું (Gold Loan scam) પરખ ચડાવી 42 વારમાં કુલ રૂપિયા 2.55 કરોડની ગોલ્ડ લોન મેળવી (2.55 gold Loan scam in Surat) છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોધાઈ છે.મોટા વરાછા ઉતાણ જીઈબી પાવર હાઉસ આશાદીપ સ્કૂલની સામે કેલીસ્ટા ઍપાર્ટમેન્ટમાં રહેતા મૂળ રાજકોટના જામકંડોરણાના વતની સંદિપ ધીરજભાઈ અંટાલા (ઉ.વ.36) આઈસીઆઈસીઆઈ બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. સંદિપભાઈએ ગઈકાલે બે મહિલા સહિત 23 જણા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યું હતું કે આરોપીઓએ ગત તા 10મી ઑગસ્ટથી 16મી સપ્ટેમ્બરનાં સમયગાળામાં એકબીજાના રેફરન્સથી અને એકબીજા સાથે મળી તેમની આઈસીઆઈસીઆઈ બેન્કની મોટા વરાછા. ઉત્રાણ, યોગીચોક, સરથાણા, કતારગામ અને પીપલોદ શાખામાંથી કુલ 11968.62 ગ્રામ મિશ્ર ધાતુ ઉપર સોનાનું પરખ ચડાવી સોનાના દાગીના હોવાનુ કહી ખોટા દાગીના ઉપર 41 વખતમાં કુલ રૂપિયા 2,55,43,100ની ગોલ્ડ લોન મેળવી હતી. બનાવ અંગે ક્રાઈમ બ્રાન્ચે સંદિપ અંટાલાની ફરિયાદ લઈ આરોપી સામે છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ ઍ.કે.સાવલીયા કરી રહ્યા છે.આ પણ વાંચો : સુરત : મહિલાએ રણચંડી બની યુવકની જાહેરમાં ધોલાઈ કરી, અશ્લીલ ઈશારા કર્યા હોવાનો આક્ષેપ

આ મામલે મનોજ રણછોડ ભંડેરી જગદીશ, રતી બાબરીયા,હિનાબેન જગદીશ બાબરીયા, પ્રશાંત ચંદુ જાષીચેતનાબેન ભરતભાઈ ઉસદ઼ડીયા, કેતનકુમાર નટવર પટેલ,રામજી જયંતી માવાણી,દલસુખ ગોવીંદ સોજીત્રા, હિરેન ડાયા ઉંઘાડ, રાજેશ મનુ મકાણી , પ્રફુલ ઉકા દેસાઈ, હાર્દિક ગોરધન બાંભરોલીયા, અલ્પેશ નાનજી પાનસેરીયા, હમીર દાના ખભાલીયા, હરેશ મધુ દુધાત, નલીનકુમાર દેવશી પાનસુરીયા , પરેશ ડાહ્ના વિરાણી, આનંદ દલા રબારી, હરેશ રામજી પટેલ, ડાયા નાનજી વીરાણી, અશોક માધવજી વાજા, સુરેશ નરસી પાનસરા સામે ફરિયાદ દાખલ થઈ છે.

આ પણ વાંચો :  ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારને ધમરોળશે મેઘરાજા

તાજેતરમાં જ બેન્ક ઑફ બરોડામાં કરોડો રૂપિયાનું સ્કામ થયું હતું

તાજેતરમાંજ સુરતમાં બેન્ક ઑફ બરોડામાં પણ છેતરપિંડીનું મોટું કૌભાંડ થયું હતું જેમાં જુદી જુદી બ્રાન્ચમાંથી લોન લઈ અને ચુનો ચોપડવામાં આવ્યો હતો ત્યારે ફરી એક વાર સુરતની જ બેંકને છેતરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસ આ મામલે ઉંડાણ પૂર્વક તપાસ કરે ત્યારબાદ અનેક ફણગા ફૂટે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સામાન્ય માણસને લોન માટે જ્યારે ધક્કા ખાવા પડતા હોય ત્યારે ખૂબ જ સીધી રીતે આટલું મોટું કૌભાંડ થઈ જાય એ વાત પોલીસને પણ ગળે ઉતરતી નથી ત્યારે કેસની તપાસમાં અનેક રહસ્યો ખુલે તેવી આશંકા છે.
Published by:Jay Mishra
First published:October 16, 2020, 15:53 pm

ટૉપ ન્યૂઝ