સુરતમાં (Surat) અજાણ્યો કાર મેળામાંથી (Car Fair) કાર ટેસ્ટ ડ્રાઈવના નામે લઈને ફરાર થઇ ગયો હતો. વરાછા વિસ્તારમાં (Varcha) આવેલા કારમેળામાંથી કાર ટેસ્ટ ડ્રાઈવ માટે લઇ ગયા બાદ સાથે બેસેલા કર્મચારીને ઠગે 'તું મારી સાથે હોઈશ તો મારી પત્ની કાર લેવાની ના પાડી દેશે. એટલે તું ઉતરી જા હું હમણા પરત આવું છું’ એમ કહી કાર લઈને ફરાર (Car Stolen) થઇ ગયો હતો. બનાવ સંદર્ભે કાર મેળાના માલિકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કાર મેળામાંથી કાર ટેસ્ટ ડ્રાઈવ માટેનાં બહાને લઈ ગયા બાદ રફુચક્કર થવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે શહેરમાં આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ટેસ્ટ ડ્રાઈવના નામે કાર લઈને એક ઈસમ ફરાર થઇ ગયો હતો. વરાછા વિસ્તારમાં આવેલા કારમેળામાંથી કાર ટેસ્ટ ડ્રાઈવના બહાને લઇ જઈ હોય છે.
આ પણ વાંચો : સુરત : પ્રેમ-શારિરીક સંબંધ-છેતરપિંડીનો કિસ્સો, તરૂણીએ અમરોલીના યુવક સામે કરી પોલીસ ફરિયાદ
કાર મેળામાંથઈ અજાણ્યા સાથે તેનો કર્મચારી પણ હોય છે જો કે, અજામ્યા ઠગે કર્મચારીને કહ્યું કે, તું મારી સાથે હોઈશ તો મારી પત્ની કાર લેવાની ના પાડી દેશે. એટલે તું ઉતરી જા હું હમણા પરત આવું છું તેમ કહીને ગયેલો અજાણ્યો ઇસમ ફરાર થઇ ગયો હતો. ઘટના વિગત વાર જોઈએ તો સરથાણા જકાતનાકા પાસે રહેતા દિનેશભાઈ પ્રાગજીભાઈ ભુવા પોદાર આર્કેડની સામે સીતારામ કાર મેળો ચલાવે છે. તેઓની દુકાન પર ગતરોજ એક ઇસમ કાર ખરીદવાના બહાને આવ્યો હતો.
અને 5.35 લાખની કાર ટેસ્ટ ડ્રાઈવ માટે માંગી હતી. જેથી તેઓની સાથે કારીગર મીલનભાઈ કારમાં બેસી ટેસ્ટ ડ્રાઈવ માટે ગયા હતા. દરમ્યાન અજાણ્યા ઇસમ કારને વરાછા મીની બજાર ડાયમંડ વર્લ્ડના પાર્કિંગ પાસે લઇ ગયો હતો. અને તમે અહિં ઉતરી જાવ. હું કાર મારી પત્નીને બતાવીને આવું છું. તમે સાથે હશો તો તે કાર મેળામાંથી કાર લેવાની ના પાડી દેશે.
આ પણ વાંચો : સુરત : કતારગામના જ્વેલર પર રત્નકલાકારે લૂંટના ઈરાદે કર્યો હતો જીલેણ હુમલો, પાલીતાણાનો મદદગાર પણ ઝડપાયો
તેવુ કહી કારીગરને વાતોમાં ભોળવી ઉતારી દીધો હતો.જેથી કારીગર કારમાંથી ઉતરી ગયો હતો. અને બાદમાં અજાણ્યો ઇસમ કારને ડાયમંડ વર્લ્ડના પાર્કીંગમાં આવેલા અન્ય ગેટમાંથી કાર લઇ ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલાની જાણ કારીગરને થતા તેઓએ કાર મેળાના માલિકને જણાવી હતી. તેઓએ ત્યાં લાગેલા CCTV ફૂટેજ તપાસતા કાર અન્ય ગેટમાંથી બહાર નીકળતા નજરે ચડી હતી. આખરે પોતાની સાથે ઠગાઈ થતા તેઓએ આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે