નાના વરાછા (Varacha Surat) નંદનવન સોસાયટીમાં આવેલ રોયલ કાર મેળામાં (Royal car fair Surat) શનિવારે બપોરે કાર ખરીદવાને બહાને આવેલો અજાણ્યો રૂ. 4.80 લાખની કિમતની હુન્ડાઈ કંપનીની આઈ-10ગ્રાન્ડ સ્પોર્ટસ ડીઝલ (I-10 Grand Sports Diesel car) કાર પસંદ કરી ભાઈને બતાવાનુ કહી ટેસ્ટ ડ્રાઈવના બહાને લઈ જઈ પરત નહી આવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમા નોધાઈ છે.પોલીસની પ્રાથમિક તપાસમાં ઠગબાજે જે બાઈક લઈને મેળા ઉપર આવ્યો હતો તે બાઈક પર મીનીબજાર ડાયમંડ વર્લ્ડ પાસેથી ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.
બનાવ અંગે કાપોદ્રા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સરથાણા જકાતનાકા અભિનંદન રેસીડેન્સીમાં રહેતા સુરેશભાઈ ધીરુભાઈ ગોળકીયા કાર લે-વેચની દલાલીનું કામકાજ કરે છે. સુરેશભાઈ ગત તા ૧૨મી ડિસેમ્બરના શનિવારના રોજ યોગીચોક મંત્ર કાર મેળામાં બેઠા હતા તે વખતે ઍક અજાણ્યો બાઈક લઈને મેળામાં આવ્યો હતો.
આ પણ વાંચો : સુરત : 24 કલાકમાં જ હત્યાની બીજી ઘટના, યુવકનો શ્વાસ છૂટ્યો ત્યાં સુધી ફટકાં મારતો રહ્યો 'ખૂની'
અજાણ્યાઍ સુરેશભાઈને રૂપિયા ૪ લાખી ૪.૫૦ લાખ સુધીમાં હુન્ડાઈ કંપનીની I-10 Grand ગાડી ખરીદવાની વાત કરી હતી. જાકે મંત્ર કાર મેળામાં આઈ-10 ગાડી ન હોવાથી સુરેશભાઈઍ તેને નાના વરાછા નંદનવન સોસાયટીમાં આવેલા તેના મિત્ર ચંદુભાઈના રોયલ કાર મેળામાં ગાડી બતાવવા માટે લાગ્યો હતો. બંને જણા પોત પોતાની બાઈક પર મેળામાં આવ્યા હતા.
અજાણ્યાઍ ચંદુભાઈના મેળામાં આઈ-10 ગ્રાન્ડ સ્પોર્ટસ ડીઝલ કાર બતાવી હતી જેની કિંમત રૂપિયા 4,80,00 હતી. અજાણ્યાઍ પોતાને ગાડી પસંદ હોવાનુ કહી ગાડી તેના ભાઈને મીનીબજાર ડાયમંડ વર્લ્ડ પાસે બતાવી આવુ અને્ તે બહાને ગાડીનો ટેસ્ટ ડ્રાઈવ પણ કરી લેવુ તેવુ કહી ગાડી લઈ ગયા બાદ પરત આવ્યો ન હતો.
આ પણ વાંચો : સુરત : વરાછામાં હીરાની ઑફિસમાં યુવતી સાથે દુષ્કર્મ, શેઠ-ડ્રાઇવર ફરાર બે માણસો ઝડપાયા
સુરેશભાઈ અને કાર મેળાના માલીક તેના મિત્ર ચંદુભાઈઍ કલાકો સુધી તેની રાહ જાયા બાદ પણ નહી આવતા તેમને ખ્યાલ આવી ગયો કે અજાણ્યો તેમની સાથે છેતરપિંડી કરી ગાડી લઈ ગયો છે. બનાવ અંગે સુરેશભાઈ ગોળકીયાઍ પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે તેમની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં ઠગબાજે કાર ખરીદવા માટે મેળામાં જે બાઈક લઈને આવ્યો હતો તે બાઈક પણ મીનીબજર ડાયમંડ વર્લ્ડ પાસેથી ચોરી કરી હોવાનુ બહાર આવ્યું હતુું