હૈદરાબાદનું દંપતી બાળકીનું અપહરણ કરી સુરત લઈ આવ્યું !

News18 Gujarati
Updated: September 19, 2019, 5:12 PM IST
હૈદરાબાદનું દંપતી બાળકીનું અપહરણ કરી સુરત લઈ આવ્યું !
પકડાયેલા દંપતીની તસવીર

અમારે ત્રણ સંતાનો છે બાળકીની માતા દારૂ પીતી હોવાની સાથે ભીખ માંગતી હોવાથી બાળકીની સલામતી માટે સાથે લાવ્યાં હતાં.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરતઃ સુરત પોલીસે હૈદરાબાદનું દંપતી ત્યાંથી એક બાળકીને પોતાની સાથે સુરત લઈ આવતા ઝડપાયું હતું. આ મામલે હૈદરાબાદમાં (Hyderabad)બાળકીના (baby girl)અપહરણ (Kidnapping)અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસ પોલીસ દંપતી (Couple)અને બાળકીને પોલીસ મથક લઈ આવી દંપતીની પૂછપરછ હાથ ધરી હતી.

સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી (kapodra police)પોલીસ એક બાળકી અને દંપતીને પોલીસ મથક લઇ આવી હતી. મૂળ હૈદરાબાદનું દંપતી ત્યાંથી એક બાળકીને પોતાની સાથે સુરત લઈ આવ્યું હતું. જેને લઈને હૈદરાબાદમાં બાળકીના અપહરણ અંગે ફરિયાદ નોંધાઈ હતી.

આ મામલાની જાણ સુરત પોલીસને થતા કાપોદ્રા પોલીસે બાળકીને લઈ આવનાર દંપતી અને બાળકીને સહિ સલામત રીતે પોલીસ સ્ટેશન લઈ આવી હતી. અને આ બાળકી અંગે દંપતીની પૂછપરછ શરુ કરી હતી. પોલીસની પૂછપરછમાં બાળકીને લઈ આવનાર દંપતીએ બચાવ કરતાં કહ્યું હતું કે, અમારે ત્રણ સંતાનો છે બાળકીની માતા દારૂ પીતી હોવાની સાથે ભીખ માંગતી હોવાથી બાળકીની સલામતી માટે સાથે લાવ્યાં હતાં.

આ પણ વાંચોઃ-નવા ટ્રાફિક નિયમોઃ સુરતમાં હેલ્મેટ ચોરીનો પહેલો કેસ નોંધાયો

આ ઉપરાંત દંપતીએ જણાવ્યું હતું કે તેઓ કાપોદ્રા વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટીમાં રહીને ફૂલનો ધંધો કરે છે. પોતાના ત્રણેય સંતાનો હૈદરાબાદમાં હોવાનું જણાવ્યું હતું. હાલ કાપોદ્રા પોલીસે દંપતી અને બાળકીનો કબજો મેળવી લઈને હૈદરાબાદ પોલીસને જાણ કરી દીધી હોવાથી હૈદરાબાદ પોલીસ આવીને બાળકી અને કથિત રીતે અપહરણકર્તા દંપતીનો કબજો મેળવી વધુ તપાસ કરશે.
First published: September 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading