સુરત : પત્ની છોડીને જતા પતિ ઉશ્કેરાયો, ફેસબૂકમાં સાસરીયાઓ વિશે લખી 'ગંદી વાત'

સુરત : પત્ની છોડીને જતા પતિ ઉશ્કેરાયો, ફેસબૂકમાં સાસરીયાઓ વિશે લખી 'ગંદી વાત'
પ્રતિકાત્મક તસવીર

કાપડ દલાલે સિંગણપોર પોલીસ મથકમાં નોંધાવી પોલીસ ફરિયાદ, પ્રેમ લગ્નમાં તકરાર થતા મામલો બદનામી સુધી પહોંચ્યો

  • Share this:
સુરત : પતિ-પત્ની વચ્ચે (Husband wife) મનદુ:ખ થયા બાદના ઝઘડા કેટલું મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે તેની હકિકત પોલીસ મથકોમાં નોંધાતી ફરિયાદો પરથી જાણવા મળે છે. જીવન સાથે જીવવાના કોલ આપતા યુગલો વચ્ચે ખટાશ આવી જતા વ્યક્તિ એવું કરી બેસે છે, જેનો તેનો સ્વપ્નમાં પણ અંદાજ નથી હોતો. આવી જ એક ચોંકાવનારી ઘટના સુરતના (Surat Police) સિંગણપોર પોલીસ મથકની હદમાં નોંધાઈ છે જ્યારે એક પતિએ પત્ની પિયર જતી રહેતા પોતાના સાઢુ ભાઈ અને તેની પત્ની વિશે ફેસબૂકમાં (Facebook) બિભત્સ લખાણ લખી અને તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ મામલે સાઢુભાઈનો આક્ષેપ છે કે તેની સાળી સાથે લગ્ન કરનાર યુવકે તેમને બદનામ કરતા લખાણો અવારનવાર લખી અને તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે.

આ ચકચારી બનાવની વિગત એવી છે કે  સુરતના ખત્રી સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હોવા છતાં તે છોડીને પિયર ચાલી જતા ઉશ્કેરાયેલા યુવાને કાપડદલાલ સાઢુભાઈ, તેના પરિવાર, પત્ની, તેના માતા-પિતા અને અન્ય પરિવારજનો વિશે ફેસબુક ઉપર બિભત્સ લખાણ લખવા માંડયું હતું. એટલું જ નહીં તેણે સંબંધ નહીં રાખતા સાઢુભાઈની બદનામી થાય તેવું લખાણ લખી ગાળો પણ લખતા છેવટે મામલો પોલીસમાં પહોંચ્યો હતો.આ પણ વાંચો : સુરત : મહિલાએ ખોલ્યું હતું નકલી દારૂ બનાવવાનું કારખાનું, પોલીસે દરોડા પાડી કર્યો પર્દાફાશ

સુરતના ડભોલી રોડ વિસ્તારમાં રહેતા ખત્રી સમાજના 38 વર્ષીય કાપડદલાલની 26 વર્ષીય સાળીએ કરણનામના એક યુવક સાથે પ્રેમલગ્ન કરતા તેમણે બંને સાથે કોઈ સંબંધ રાખ્યો ન હતો. દરમિયાન, 2019 ની દિવાળી બાદ તેમની સાળી કરણને છોડી પિયરમાં આવી જતા ઉશ્કેરાયેલા કરણે માર્ચ 2020 થી પોતાના ફેસબુક એકાઉન્ટમાં કાપડદલાલ, તેના પત્નીને બદનામ કરતું લખાણ લખવા માંડયું હતું. કરણે કાપડદલાલને ફ્રેન્ડ રિકવેસ્ટ પણ મોકલી હતી પરંતુ તેમણે સ્વીકારી ન હતી.

આથી કરણની કરતૂત અંગે તેમને જાણ ન હતી. બાદમાં તેમને પિતરાઈ ભાઈએ જાણ કરતા તેમણે કરણના ફેસબુક એકાઉન્ટની વોલ ઉપર જોયું તો તેણે અવારનવાર આવું લખાણ લખ્યું હતું.એટલું જ નહીં કરણે પત્ની, તેના માતા-પિતા અને અન્ય પરિવારજનો વિશે પણ બિભત્સ લખાણ લખી તમામને ગાળો આપી હતી. આથી છેવટે કાપડદલાલે ગતરોજ કરણ વાળા વિરુદ્ધ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઈએ વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  સુરત : રત્નકલાકારના વેશમાં નીકળો વરાછાનો રીઢો ચોર, રત્નકલાકારોની જ 30 બાઇક ચોરી કબૂલી

આમ પતિ-પત્નીના પ્રેમ લગ્નની તકરારમાં એવી માથાકૂટ થઈ છે કે મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો છે. જોકે, આ કેસમાં અન્ય કેસની જેમ હકિકત શુ છએ એ તો તપાસના અંતે જ જાણી શકાશે. પરંતુ સમાજ માટે આવી ઘટનાઓ ચેકવણીરૂપ ચોક્કસ છે.
Published by:Jay Mishra
First published:December 01, 2020, 20:51 pm