સુરત : કતારગામાં પતિ-પત્નીએ જાહેરમાં શરમજનક કૃત્ય કર્યુ, પોલીસે કરી અટકાયત

સુરત : કતારગામાં પતિ-પત્નીએ જાહેરમાં શરમજનક કૃત્ય કર્યુ, પોલીસે કરી અટકાયત
કતારગામ પોલીસે આરોપી દંપતીની અટકાયત કરી હતી.

મિત્રએ ઉછીના રૂપિયા ન આપતા પતિ પત્નીએ એવી હરકત કરી જેને સાંભળીને તમે પણ અચંબામાં મૂકાઈ જશો.

  • Share this:
સુરતના કતારગામ (Surat Katargam) વિસ્તારમાં રહેતા દંપતીને મિત્રએ રૂપિયા ઉછીના નહિ આપતા દંપતીએ મિત્રની સોસાયટીમાં જઇ જાહેરમાં અર્ધનગ્ન (Half Naked)  થઇ ભારે તમાશો કર્યો હતો. સોસાયટીના લોકોએ અસભ્ય વર્તન કરતા મહિલા-પુરુષને સોસાયટીની બહાર તગેડી મૂક્યા હતા. જે અંગે કતારગામ પોલીસમાં ગુનો નોંધાયો છે. જેથી પોલીસે બનેની અટકાયત કરી હતી.સુરતમાં મિત્રએ ઉછીના રૂપિયા ન આપતા પતિ પત્નીએ એવી હરકત કરી જેને સાંભળીને તમે પણ અચ્બામાં મુકાઈ જશો.

કતારગામમાં લલિતા ચોકડી પાસે નીલકંઠ સ્રોસાયટી વિભાગ-રમાં રહેતા કલ્યાણીબેન જયસુખભાઇ ચાવડા  મહિલા મૂળ અમરેલી-ખાંભાના વતની છે. અને તેમના પતિ બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરનો બિઝનેસ કરતા હતા. જોકે, છેલ્લાં ૩ વર્ષથી લકવાની બીમારીને કારણે તેઓ પથારીવશ છે.આ પણ વાંચો : સુરત : BJP અગ્રણીના ભત્રીજાએ જાહેરમાં ઉજવ્યો જન્મદિવસ, Video સોશિયલ મીડિયામાં Viral

દરમિયાન બાંધકામ તેઓ કોન્ટ્રાક્ટર હતા ત્યારે અમિત મોરી નામના યુવક સાથે તેમની મિત્રતા હતી. જે વારંવાર ઘરે પણ આવતો હતો. દરમિયાન ગત તા. 6ના રોજ સાંજના સુમારે પતિ  જયસુખ ચાવડા દીકરો દર્શન બાપા સીતારામ ચોક પાસેથી આવતા હતા ત્યારે અમિત મોરી તેઓને રસ્તામાં મળ્યો હંતો.

આ પણ વાંચો : સુરત : તાપીના કિનારા પાસે વેચાતો હતો દારૂ, જનતાએ કરી રેડ, Video થયો Viral

અને તે રૂપિયા 2 લાખ ઉછીના માંગ્યા હતા તેમજ રૂપિયા નહી આપે તો ઘરે ખાવી ધમાલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ તા, 9મીએ સવારે મહિલાના પતિએ તેમના દીકરા સાથે કામાર્થે અમદાવાદ ગયા હતા. દરમિયાન સાંજના સુમારે અમિત મોરીએ તેમની સોસાયટીમાં આવી બૂમાબૂમ મચાવી દીધી હતી.

આ પણ વાંચો :  સુરત : દારૂની હેરફેરની નવી ટેકનિકનો પર્દાફાશ, બૂટલેગરોનો આઇડિયા જાણી પોલીસ આશ્ચર્યચકિત!

અમિત સોસાયટીમાં પેન્ટ અને શર્ટ કાઢી અર્ધનગ્ન થઇ ગયો હતો. ઉપરાંત, અમિત સાથે આવેલી તેની પત્નીએ પણ ટોપ ઉતારી નાંખ્યું હતું. અર્ધનગ્ન થઇ બંને ભારે તમાશા સાથે અશ્લીલ હરકતો કરતા હતા. જેને લઈને સોસાયટીના રહીશો પણ શરમમાં મુકાઈ હયા હતા. અને તમામ રહીશોએ એકજૂથ થઈ બંનેને પતિ-પત્નીને બહાર તગેડી મુક્યા હતા. જો કે સમાગે મામલે કલ્યાણી યાવડાએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે અમિત મોરી સામે ગુનો નોધી અટકાયત કરી હતી.
Published by:Jay Mishra
First published:May 12, 2021, 14:57 pm

ટૉપ ન્યૂઝ