સુરત : પ્રેમલગ્ન બાદ પત્નીની હત્યા કરી નાસતો-ફરતો પતિ 8 વર્ષે ઝડપાયો


Updated: February 14, 2020, 4:33 PM IST
સુરત : પ્રેમલગ્ન બાદ પત્નીની હત્યા કરી નાસતો-ફરતો પતિ 8 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કર્યા બાદ વતનમાં અન્ય મહિલા સાથે લગન કરી આરામથી જિંદગી જીવતો હતો

પત્નીનું ગળું દબાવી હત્યા કરી, બાળકીને તરછોડીને ભાગી છૂટ્યો હતો

  • Share this:
ઓડીસાથી પ્રેમ પ્રકરણમાં ભગાડીને લાવેલી મહિલા સાથે સુરતમાં લગન બાદ એક પુત્રીને જન્મ આપ્યા બાદ આ બાળકી તેની નથી અને પત્ની પર ચરિત્રની શંકા રાખી 2012માં પત્ની હત્યા કરી બાળકીને તરછોડી પોતાના વતન ભાગી ગયો હતો, અને આરામથી વતનમાં અન્ય મહિલા સાથે લગ્ન કરી જીવન જીવતા હત્યારા પતિને પોલીસે 8 વર્ષે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

સુરત કતારગામ વિસ્તારમાં આવેલ ઉકલનગર ખાતે 2012ના માર્ચ મહિનાની 1 તારીખે રીન્કુ નામની મહિલાની તેના મકાનમાં હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. મહિલાની હત્યા ગળું દબાવી કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતું. પોલીસે તપાસ કરતા મારનાર મહિલા રીન્કુ શેટ્ટી મૂળ ઓરિસાના મખણપુર ગામની વતની હતી, અને તેણે ઓરિસ્સાના ગંજામ જિલ્લા બાંભણપુર ગામના વતની અને સુરતમાં રહેતા અને એમ્બ્રોડરી કામ કરતા કાલુચરણ ગૌડ સાથે પ્રેમ સબંધ બંધાતા, આ યુવતીને સુરત ખાતે ભગાડી લાવીને તેની સાથે લગન કાર્યા હતા.

લગન બાદ તેણે એક પુત્રીને જન્મ આપ્યો હતો, પણ પુત્રી થયા બાદ પતિ-પત્ની વચ્ચે સતત ઝગડા થતા હતા, તેમાં 8 મહિનાની સ્વેતા નામની પુત્રી તેની નથી અને પત્ની પર ચારિત્ર અંગે શંકા પણ રાખતો હતો, ત્યારે એક દિવસે આ બાબતે પતિ પત્નીનો ઝગડો થતા આવેશમાં આવેલા કાલીચરણે પત્નીનું ગળું દબાવી હત્યા કરી, બાળકીને તરછોડીને ભાગી છૂટ્યો હતો. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડી પાડવા સખત મહેનત કરી હતી.

આરોપી હત્યા બાદ પોતાના વતન જઈને રહેવા લાગ્યો હતો અને પોતાના વતન ખાતે કડિયા કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. હત્યાના એક વર્ષ બાદ તે આરામથી અન્ય મહિલા સાથે લગન કરી પોતાનું જીવન જીવતો હતો.

પોલીસને બાતમી મળતા આ યુવાનને તેના વતન ખાતેથી હત્યાના 8 વર્ષ બાદ ઝડપી પાડવામાં સફળતા મળી હતી, તેને તેના વતનમાંથી લઇને પોલીસ સુરત ખાતે લઇ આવી હતી. હાલમાં પોલીસે હત્યારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે.
First published: February 14, 2020, 4:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading