સુરત : રૂવાડા ઊભા કરતી ઘટના! રિસામણે ગયેલી પત્નીનું ગળું કાપી પતિએ પોતના ગળા પર પણ ફેરવ્યું ચાકુ

સુરત : રૂવાડા ઊભા કરતી ઘટના! રિસામણે ગયેલી પત્નીનું ગળું કાપી પતિએ પોતના ગળા પર પણ ફેરવ્યું ચાકુ
પ્રતિકાત્મક તસવીર

સુરતના ગોડાદરામાં બેકાર બનેલાએ પતિએ ખેલ્યો ખૂની ખેલ, પરિવાર સ્તબ્ધ, દશરથે પાછળથી આવી શોભાના વાળ પકડી ગળામાં ચપ્પુ માર્યુ

  • Share this:
સુરતના (Surat) ગોડાદરા વિસ્તારમાં એક એવી ઘટના બની છે જે જાણીને ભલભલા લોકોનાં રૂવાંડા ઊભા થઈ જશે. અહીંયા પત્ની (Wife) સાસરે જતી રહેતા બેકાર બનેલા પતિને (Husband) આર્થિક તકલીફ  પડતી હતી અને ઘરનો તમામ ખર્ચ પત્ની ઉપાડતી હતી જેને લઈને આવેશમાં આવેલા પતિએ પત્ની (Husband Stabbed Wife) પર ચપ્પુ વડે હુમલો કરી પોતે પણ પોતાનું ગળું કાપી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઘટના બાદ સુરત પોલીસ દોડતી થઈ હતી અને બનાવની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ શહેરમાં મહિલા પર અત્યાચારની આ ચકચારી ઘટનાએ માનસિક વિકૃતિની પરાકાષ્ઠાનો પણ પરચો આપ્યો છે.

સુરતમાં દરોજ અનેક પ્રકારની ઘટના બનતી હોય છે પણ આજે એક એવી ઘટના સામે આવી છે તે જાણે તમે પણ એકવાર વિચારમાં પડી જશો. મૂળ તેલંગાણાનો વતની અને હાલમાં સુરતમાં લીંબાયત માર્કંડેશ્વર મહાદેવ મંદિરની સામે ગિરિરાજનગર ખાતે રહેતો તેમજ મારુતિનગરમાં ટેલરીંગ કામ કરતો દશરથ નરસૈયા પોલાસુના પિતાનું છ માસ અગાઉ અવસાનથયું હતું. જોકે પિતાના અવસાને લઇને તેમના સમાજમાં માન્યતા છે કે ઘરમાં કોઈનું અવસાન થાય ત્યાં અપશુકન ગણાય.તેવી સમાજની માન્યતાને લીધે પત્ની શોભા અને બે પુત્રીઓ સાથે ગોડાદરા આસપાસ મંદિર પાસે નીલકંઠસોસાયટીમાં આવેલા પોતાના સાસરે રહેવા ગઈ હતી.આ પણ વાંચો :  સુરત : યુવતી સાથે દુષ્કર્મના આરોપી લંપટ ભૂવાનો Video થયો Viral, અન્ય ભૂવાઓને ગાળો ભાંડી

જોકે, સાસરે રહેવા ગયા બાદ દશરથે કામ છોડી દેતા તેની પત્ની શોભા પરિવારના નિર્વાહ માટે આંજણા ફાર્મમાં ધાગા કટીંગના કામ માટે જવા માંડી હતી. આ અંગે દશરથ શોભા સાથે નાની નાની વાતે ઝઘડો કરતો હતો અને પોતે બેકાર બનેલો હોવાને લઈને તેને રૂપિયાની જરૂર હોય ત્યારે તેની પત્નીએ રૂપિયા ન આપતા પતિ પત્ની વચ્ચે અનેક વખત ઝઘડો થયો હતો.

આ પણ વાંચો : સુરત : લો બોલો! દારૂ પકડતી પોલીસનો પુત્ર જ દારૂ સાથે ઝડપાયો, ચાર લવરમૂછિયાઓની માલ સાથે ધરપકડ

તેની અદાવત રાખીને શોભા કામ ઉપરથી ઘરે પરત ફરતી હતી ત્યારે ઘર નજીકની ગલીમાં દશરથે પાછળથી આવી શોભાના વાળ પકડી ગળામાં ચપ્પુ માર્યુ હતું. જોકે પત્ની પર ચપ્પુ વડે હુમલા બાદ પતિએ પણ પોતાનું ગળું કાપી નાખ્યું હતું. જોકે આ ઘટના ના પગલે બંનેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સામાન્ય સારવાર બાદ બંનેને રજા આપી દેવામાં આવી હતી. જોકે, પતિના આ કૃત્યને લઈને ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Published by:Jay Mishra
First published:February 10, 2021, 17:10 pm

ટૉપ ન્યૂઝ