સુરતઃ પત્નીએ પતિને ફટકાર્યો, આંખના ભાગે ગંભીર ઇજા, હોસ્પિટલમાંથી બંને ગાયબ

News18 Gujarati
Updated: December 1, 2018, 7:39 AM IST
સુરતઃ પત્નીએ પતિને ફટકાર્યો, આંખના ભાગે ગંભીર ઇજા, હોસ્પિટલમાંથી બંને ગાયબ

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત

સુરતના પાંડેસરા વિસ્તારની એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમે પણ ચોકી જશો. સામાન્ય ઘરકંકાસમાં ગુસ્સે ભરાયેલી પત્નીએ તેના પતિની આંખ ફોડી નાખી. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થા પોલીસ ટીમ હોસ્પિટલ પહોંચી હતી જો કે હોસ્પિટલમાંથી પતિ-પત્ની ગાયબ થઇ ગયા હતા.

અહીં ક્લિક કરી વાંચો ડીસા અકસ્માત: ડોલીની જગ્યાએ ઉઠ્યો જનાજો, આખું ગામ હિબકે ચડ્યું

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી આવિર્ભાવ સોસાયટીમાં રહેતા અને ઘર નજીક કાપડની દુકાન ધરાવતા દિનેશ નામના ઈસમને ગતરોજ આંખ પાસે ગંભીર ઇજા થતા તેને સારવાર માટે108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર કરતાં ડોક્ટરોને જણાવાયું કે પીડિતને તેની પત્નીએ આંખના ભાગે માર માર્યો હતો, જો કે પીડિત પતિને એટલી ગંભીર ઇજા પહોંચી કે તેની બંને આંખ જતી રહી.

સારવાર કરી રહેલા ડોક્ટરને વધુમાં જણાવ્યું કે પીડિત પતિ પત્ની પર ચરિત્ર અંગે શંકા કરતો હતો આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ જે બાદમાં બંને ઝપાઝપી સુધી આવી ગયા. આ દરમિયાન પતિને આંખના ભાગે ઇજા પહોંચી હતી જેની સારવાર માટે 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો, જો કે પોલીસ પહોંચે તે પહેલા જ પતિ-પત્ની બંને હોસ્પિટલમાંથી ગાયબ થઇ ગયા હતા. તો બીજી બાજુ સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ નથી, પરંતુ હાલ પોલીસ પતિ-પત્નીને શોધી રહી છે.
First published: November 30, 2018, 11:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading