Home /News /south-gujarat /

સુરત : હનીમૂન માટે ગયેલો પતિ બોલ્યો, 'મારે તો સાધુ થવું હતું, માતાની ઇચ્છાના લીધે લગ્ન કર્યા'

સુરત : હનીમૂન માટે ગયેલો પતિ બોલ્યો, 'મારે તો સાધુ થવું હતું, માતાની ઇચ્છાના લીધે લગ્ન કર્યા'

શીમલના શીત વાદીઓમાં સુરતની એક પરીણિતાની અગ્નિપરીક્ષાનો ચોંકાવનારો કિસ્સો (પ્રતિકાત્મક તસવીર)

સુરતની પરીણિતાએ સાસરિયાઓ પર ગંભીર આક્ષેપ કરતા નોંઘાવી પોલીસ ફરિયાદ, શીમલાની વાદીઓમાં થઈ જીવનની અગ્નિપરીક્ષા

સુરત : નવ  વિવાહિત યુગલ માટે હનીમૂન (Honeymoon) પર જવાનો ટ્રેન્ડ કઈ નવો નથી. યુગલો લગ્ન બાદ હનીમૂન પર જાય છે અને પરિવાર અને દુનિયાના તાણથી દૂર પોતાના જીવનસાથી સાથે આનંદનો સમય પસાર કરે છે. જોકે, કોઈ યુવતીના લગ્ન થાય અને તેણે જેની આજીવન રાહ જોઈ હોય તેવી વ્યક્તિ હનીમૂનમાં જઈને કહે કે 'મારે તો સાધુ બનવું હતું.... તો શું સ્થિતિ થાય! સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિના પગ નીચેથી જમીન સરકી જાય. જોકે, આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. સુરતના (Surat) સલિટીલાઇટ વિસ્તારમાં લગ્નબાદ હનીમૂન માટે શીમલા ગયેલી યુવતીને હિમાચલની (Himachal Pradesh) બરફીલી વાદીઓમાં જીવનની સૌથી મોટી અગ્નિપરીક્ષાનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે તેને હનીમૂન પર પતિએ (Wife) ઝટકો આપતા કહ્યું કે તેને લગ્ન કરવામાં કોઈ જ રસ નહોતો. આતો માતાની મરજીના કારણે લગ્ન કરી લીધા છે. પોતે તો સાધુ (Husband Wanted to be a Monk) બનવા માંગતો હતો. આવું કહીને હનીમૂનના નામે યુવતીને ફેરવી અને પરત આવી પતિ દુબઈ જતો રહ્યો હતો. ત્યારબાદ યુવતીને મૂકી પતિ દુબઈ (Dubai) જતો રહ્યો હતો અને તેને સતત માનસિક ત્રાસ મળતા આખરે એ યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો :  સુરત : જીમ ટ્રેનર મેજલ ડિપ્રેશનમાં હતો, આત્મહત્યા કરી હોવાની PM રિપોર્ટમાં પુષ્ટી, સેમ્પલની FSL તપાસ થશે

બનવાની વિગત એવી છે કે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતું એક નવજોડું લગ્ન કરી  શીમલા હનીમૂન મનાવવા ગયું હતું. ત્યાં પતિએ પત્નીને કહ્યું કે 'મારે તો સાધુ બનવું હતું પરંતુ મારી માતાના કહેવાથી લગ્ન કર્યા છે, પછી થોડા જ વખતમાં સિટીલાઇટની (Citylight Surat) પરિણીતાને પતિએ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ મોપેડ લેવા માટે ઝઘડો કરતો હતો. પતિ દુબઈ નોકરી માટે ગયો તે સમયે સાસુ અને સસરા નોકરી પર જતા ત્યારે પરિણીતાને ઘરની બહાર બેસાડી જતા હતા. તેમ છતાં પરિણીતા માનસિક ત્રાસ સહન કરી રહેતી હતી.

પછી પતિ તેણીને દુબઈ લઈ ગયો. જયા પતિ નાની નાની બાબતોએ ઝઘડો કરી તેણીને માનસિક ત્રાસ આપતો હતો. 8 મહિના રહી પરિણીતાને પતિએ દુબઈથી ઈન્ડિયા એકલી મોકલી આપી હતી. મુંબઈમાં પરિણીતાએ ભાઈને લેવા માટે બોલાવ્યો હતો. પતિ અને સાસુએ ત્રાસ આપી પરિણીતાને ઘરમાંથી કાઢી મુકી હતી. જેના કારણે પરિણીતા પિયરમાં રહેવાની ફરજ પડી છે. હાલમાં પરિણીતા પ્રાઇવેટ બેંકમાં નોકરી કરે છે.

આ પણ વાંચો :   સુરત : વરાછાના BJP કોર્પોરેટ ભરત મોનાનો દુશ્મન કોણ? ઑફિસની રેકી કરનાર યુવકો CCTVમાં કેદ

પરિણીતાએ મહિલા પોલીસમાં ફરિયાદ આપતા પતિ કૃણાલ અને માતા ત્રિવેણી પચ્ચીગર સામે પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.જેને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે
Published by:Jay Mishra
First published:

Tags: Dowry, Honeymoon, Molestation, Saint, Surat Crime, શિમલા, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन