'પત્ની પ્રેમીને સંડાસ-બાથરૂમમાં મળતી હતી, કંટાળી મેં પત્નીને પતાવી દીધી'

News18 Gujarati
Updated: December 18, 2019, 11:01 PM IST
'પત્ની પ્રેમીને સંડાસ-બાથરૂમમાં મળતી હતી, કંટાળી મેં પત્નીને પતાવી દીધી'
પ્રતિકાત્મક તસવીર

મંગળવારે વહેલી સવારે પાલ ગૌરવ પથ રોડ પર નવી બંધાતી બિલ્ડીંગની એક દિવાલ પાસેથી ‌૨૩ વ‌ર્ષિય પ‌રિણીતાની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરત: મૃતક માયા બાઘરીનો મનીરૂલ હક નામના યુવક સાથે પ્રેમ સંબંધ હોય, તે મોબાઇલ પર વાત કરવા ઉપરાંત પ્રેમીને સંડાસ-બાથરૂમમાં મળતી રહેતી હોય પતિને આડા સંબંધ અંગે જાણ થઇ જતા પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

મંગળવારે વહેલી સવારે પાલ ગૌરવ પથ રોડ પર નવી બંધાતી બિલ્ડીંગની એક દિવાલ પાસેથી ‌૨૩ વ‌ર્ષિય પ‌રિણીતાની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ પોલીસને થતા પોલીસે લાશનો કબ્જો લઇ પોસ્ટ મોર્ટમ અર્થે નવી ‌સિ‌વિલ હો‌સ્પિટલ ખસેડી હતી. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકને ગળા પર પ્રેશર આવવાને કારણે મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું હતું.

આ દરમિયાન અડાજણ પી.આઇ.શિલ્પા એમ.ચૌધરી દ્વારા મૃતકના પતિને કડકાઇ પુર્વક કરવામાં આવેલી પુછપરછમાં તે પડી ભાંગ્યો હતો અને પત્નીની ગળે ટુંપો આપી હત્યા કરી હોવાની કબુલાત કરી લીધી હતી. પોલીસે પતિ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. મૃતક માયા બાઘરીનો મનીરૂલ હક નામના યુવક સાથે પ્રેમ સંબંધ હોય તે મોબાઇલ પર વાત કરવા ઉપરાંત મનીરૂલ હકને સંડાસ-બાથરૂમમાં મળતી રહેતી હોય પતિને આડા સંબંધ અંગે જાણ થઇ જતા પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

મૂળ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના વતની માયા રામગોપાલ બાધરી (ઉ.વ.૨૩) થોડા ‌દિવસ પહેલા જ સુરત પ‌તિ રામગોપાલ મોહનલાલ ડાભી જાતે બાઘરી સાથે મજુરી માટે સુરત આવી હતી. આ દંપ‌તિ અડાજણ ‌ગૌરવ પથ પર આવેલી બ્લ્યુ અલ્ટીઝા ‌‌નામની નિર્માણાધીન ‌બિલ્ડીંગમાં કામ કરતું હતું. આ દર‌મિયાન મંગળવારે પાંચ વાગ્યે માયા મરણ હાલતમાં ‌બિલ્ડીંગ નજીકની એક ‌દિવાલ પાસેથી મળી આવી હતી. અડાજણ પોલીસને બનાવની જાણ થતા તાત્કા‌લિક સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટ મોર્ટમ અર્થે નવી ‌સિ‌વિલ હો‌‌સ્પિટલ ખસેડાયો હતો.

અડાજણ પોલીસે શરૂઆતમાં અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસને મૃતક માયાના પતિ રામગોપાલ મોહનલાલ ડાભી જાતે બાઘરી પર પહેલાથી જ શંકા હતી. પોલીસની પુછપરછમાં તે સંતોષકારક જવાબ આપી શક્તો ન હોય અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા એમ.ચૌધરી દ્વારા કડકાઇ પુર્વક પુછપરછ કરવામાં આવી હતી. દરમિયાન આજે મોડી સાંજે આરોપી રામગોપાલ વાઘરીએ ગુનો કબુલી લીધો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર માયાને મનીરૂલ હક નામના યુવાન સાથે પ્રેમ સંબંધ હતો. માયા મોબાઇલ ફોન પર વોટ્સએપથી વોઇલ કોલ પર મનીરૂલ સાથે વાત કરતી હતી. તેમજ મોડી રાત્રીના સમયે બ્લ્યુ અલ્ટીઝા બિલ્ડીંગના સંડાસ-બાથરૂમમાં મનીરૂલને મળવા જતી હતી. આ વાતની જાણ રોમગોપાલને થઇ જતા તેણે માયાને ગળે ફાંસો આપી હત્યા કરી નાંખી હતી. પોલીસે રામગોપાલની ધરપકડ કરી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published: December 18, 2019, 11:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading