સુરત (Surat)ના ડિંડોલી (Dindoli) વિસ્તારમાં 22 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત, અગાઉ પણ પત્ની પર કર્યો હતો જીવલેણ હુમલો, પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારા (husband killed the wife) પતિની શોધ શરૂ કરી
સુરત (Surat) : શહેરના ડિંડોલી (Dindoli) વિસ્તારમાં રહેતા પતિએ પત્નીની ગળું કાપી હત્યા કરી નાખવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે પતિએ પત્નીની હત્યા કરતાં પહેલાં પુત્ર-પુત્રીને નાસ્તો લેવા બહાર મોકલ્યા બાદ ઘટનાને અંજામ આપ્યો હતો, પત્નીની હત્યા કર્યા બાદ પુત્ર અને પુત્રીને મૂકી પિતા ફરાર થઈ ગયાની જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યાનો ગુનો દાખલ કરી હત્યારા પતિની શોધખોળ શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પતિ પત્નીના પ્રેમ ભર્યા સંબંધનો અંત આવતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, સોરી વિસ્તારમાં વૃંદાવન સોસાયટીમાં છેલ્લા ચાર વર્ષથી રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના પાટડી ગામના વતની એવા હંસાબેન ઝાલા 22 વર્ષ પહેલા સુરભાઈ ઝાલા નામના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન દંપતીને પુત્ર અને પુત્રી હતા. પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી માથાકૂટ ચાલતી હોવાને લઇને છેલ્લા ચાર વર્ષથી પત્ની સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી હતી, પતિ પત્નીને મળવા આવતો હતો અને ત્યારબાદ જતો રહેતો હતો.
જોકે છેલ્લા ૨૦ દિવસથી પતિ સુરભા દારૂના નશામાં આવી પત્ની અને પુત્રી સાથે ઝઘડો કરતો હતો, ભૂતકાળમાં પણ પત્ની સાથે અણબનાવને લઇને જીવલેણ હુમલો કરી ચુક્યો હતો. જોકે આજે સુરભાઈ ઝાલા પોતાની પત્નીના હત્યાના ઈરાદે ઘરે પહોંચ્યો હતો અને પુત્રને પૈસા આપી નાસ્તો લેવા મોકલ્યો હતો, ત્યાર બાદ પત્ની ઘરમાં એકલી હતી તે સમયે એકલતાનો લાભ લઇ પત્નીનું ગળુ કાપી કરપીણ હત્યા કરી નાખી હતી અને પતિ બન્ને બાળકોને મૂકીને ફરાર થઇ ગયો હતો, બાળકો ઘરે આવતા હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં બૂમાબૂમ કરી મૂકી હતી, જેને લઇને પડોશીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરી હતી.
મહિલાની હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી આ મામલે પૂછપરછ પતિ-પત્નીના બનાવને લઇને પતિએ પત્નીની હત્યા કરી હોવાની વિગતો સામે આવતા જ તાત્કાલિક હત્યાનો ગુનો દાખલ કરવી અત્યારે પછી શોધખોળ શરૂ કરી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર