સુરત : પત્નીની જાસૂસી કરાવવા માટે રાખેલો જાસૂસ પોલીસના હાથે ઝડપાયો, પતિનો ભાંડો ફૂટ્યો


Updated: July 18, 2020, 2:27 PM IST
સુરત : પત્નીની જાસૂસી કરાવવા માટે રાખેલો જાસૂસ પોલીસના હાથે ઝડપાયો, પતિનો ભાંડો ફૂટ્યો
પ્રતિકાત્મક તસવીર

ડાયમંડ જ્વેલેરીનો વેપાર કરતા અપૂર્વને પત્ની સાથે અનબન થતા જાસૂસી શરૂ કરાવી હતી, પોલીસે ઝડપેલા શખ્સે કરી ચોંકાવનારી કબૂલાતો

  • Share this:
સુરતમાં એક યુવકને મહિલાની જાસુસી કરવી ભારે પડી ગઈ હતી. આ મહિલાએ તેના પિતા સાથર મળી ને ગાડીઓના ફોટા પાડનાર શખ્સને ઉધના મગદલ્લા ચાર રસ્તા પાસેથી પકડી પાડયો હતો. પરંતુ આ શખ્સે પકડાઈ ગયા બાદ જે પ્રકારે ખુલાસો કર્યો તેને જાણી મહિલા ચોંકી ઉઠી હતી. આ શખ્સે જણાવ્યું કે તેઓની જાસૂસી કરવા ને તેનો પીછો કરવા માટે તેના જ પતિએ કલાકના રૂ.400 આપે છે. જો કે હાલ પોલીસે આ શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન વર્ષ 2002માં ડાયમંડ જ્વેલરીનો વેપાર કરતા અપુર્વ ભુવનબાબુ મંડલ સાથે થયા હતા અને સંતાનમાં બે પુત્ર છે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા પારિવારીક ક્લેશથી કંટાળી વર્ષ 2016માં પરિણીતા તેના પિતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી અને ફેમીલી કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો હતો.

આ પણ વાંચો :  સુરત : 'આજ તેરા કિસ્સા હી ખત્મ કર દેતા હું', ચરિત્રની શંકા રાખી હત્યાનો પ્રયાસ કરનાર પતિ ઝડપાયો

પિતાના ઘરે રહેતી પરિણીતા વૃધ્ધ પિતાના ઉધના-મગદલ્લા રોડ સ્થિત દ્વારકેશ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલા કાપડના કારખાનામાં ધંધાકીય મદદ કરતી હતી. ગત રોજ પરિણીતા સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં પિતા સાથે કારમાં કારખાને ગઇ હતી.

પરિણીતા કારખાને પહોંચી તેના અડધા કલાકમાં જ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના એક કારખાનેદારનો ડિમ્પલના પિતા પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી એક યુવાન તમારો પીછો કરે છે અને કારના ફોટા પણ પાડે છે. આ વાત સાંભળી પિતા-પુત્રી ચોંકી ગયા હતા અને તુરંત જ કારખાનાની બહાર નીકળી નજર કરતા મોપેડ પર એક યુવાન નજરે પડયો હતો. પરંતુ પરિણીતા અને તેના પિતાને જોઇ યુવાન ચાલ્યો ગયો હતો અને ચાર રસ્તા પાસે ઉભો હતો.

જેથી વૃધ્ધ પિતાએ મોપેડ પર બીજા રોડ પરથી જઇ ઝડપી પાડયો હતો અને પરિણીતા પણ ત્યાં પહોંચી ગઇ હતી. પિતા-પુત્રીએ યુવાનને પુછતા તેણે પોતાનું નામ જ્વાલાસીંગ રાજનાથસીંગ રાજપુત હોવાનું અને પોતે સ્વીગીનો ઓર્ડર લઇ આવ્યો હોવાનું કહ્યું હતું. પરંતુ પિતા-પુત્રીની પુછપરછમાં જ્વાલાસીંગે કબૂલાત કરી લીધી હતી કે ગત તા. 11 જુનથી તેમનો પીછો કરે છે અને તમારા અને ગાડીના ફોટો પાડીને મોકલવા માટે તેમના પતિ અપુર્વ મંડલ કલાકના રૂા. 400 આપે છે.મહિલા અને તેના પિતાએ વધારે પૂછપરછ કરી ત્યારે તેણે કહ્યું કે મને તમારા પતિએ તમારો પીછો કરવાનું કહેલ છે અને તમારા તથા તમારી ગાડીના ફોટા પાડીને તેમને મોકલવાનું કહ્યું છે તેના બદલામાં મને તમારો પતિ કલાકના 400 રૂપિયા આપે છે, જેથી હું આ કામ કરૂ છું.

આ પણ વાંચો :   સુરત : 'હું તારી સાથે જ રહીશ તારે મને રાખવો છે કે નહીં?' માતા-પુત્રીને ચાકુના ઘા ઝીંકી યુવક ફરાર

આ અંગે મહિલાએ ખટોદરા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે મહિલાના પતિ અપૂર્વ ભુવનબાબુ મંડલ અને પીછો કરનાર શખ્સ જ્વાલાસીંગ રાજનાથસીંગ રાજપૂતની સામે ગુનો નોંધ્યો છે. પોલીસે મહિલાનો પીછો કરનાર શખ્સ જ્વાલાસીંગ રાજપૂતની ધરપકડ કરી છે. જ્વાલાસીંગ સ્વિગીમાં ડિલિવરી મેન તરીકે નોકરી કરે છે. તેના એક મિત્ર મારફતે તેની અપૂર્વ સાથે ઓળખાણ થઈ હતી. જ્વાલાસીંગને પૈસાની જરૂર હોવાથી અપૂર્વ મંડલે પત્નીની ગતિવિધિઓ પર નજર રાખવા માટે તેને રાખ્યો હતો.

જ્વાલાસીંગ સવાર કે સાંજે ડેઇલી મહિલાનો એક કલાક સુધી વોચ રાખતો હતો અને પછી તેની ગાડી અને ઓફિસના ફોટા પાડી અપૂર્વ મંડલને વોટસએપ પર મોકલી આપતો હતો. છેલ્લા એક મહિનાથી જ્વાલાસીંગ પીછો કરતો હતો. વધુમાં પોલીસે જણાવ્યું કે મહિલાનો પતિ અપૂર્વ મંડલ સોનાનો વેપારી છે.
Published by: Jay Mishra
First published: July 18, 2020, 1:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading