સુરત: પત્ની સાથેના ઝઘડાથી કંટાળીને પતિએ પોતાનું જ ગળુ કાપી નાખ્યું

News18 Gujarati
Updated: June 28, 2018, 11:02 PM IST
સુરત: પત્ની સાથેના ઝઘડાથી કંટાળીને પતિએ પોતાનું જ ગળુ કાપી નાખ્યું

  • Share this:
રાજ્યભરમાં આપઘાતના કેસ વધી રહ્યા છે. કોઈને કોઈ કારણોસર લોકો આપઘાત કરી લેતા હોય છે. જેમાંથી કેટલાકને બચાવી શકાય છે, તો કેટલાક મોતને ભેટે છે. આવો જ એક આપગાતની કોસિસની ઘટના સુરતથી સામે આવી છે. આ ઘટનામાં થોડી વાત અલગ છે. અહીં પતી-પત્ની વચ્ચેના ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ, જેમાં પતીએ કંટાળી પોતાનું ગળું કાપી મરી જવાની કોશિસ કરી.

મળતી માહિતી મુજબ, સુરતના સચિન વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાથી કંટાળીને પતિએ ગળુ કાપી નાંખ્યું છે. મૂળ ઓરિસ્સાનો ભલ્લુ કવિનાયક હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ મુદ્દે તેની પત્નીએ જણાવ્યું કે, ભલ્લુ કેટલાક સમયથી કેમિકલ કંપનીમાં કામ કરે છે, પરંતુ પગારના રૂપિયા ઘરમાં આપતો ન હતો. જેને લઈ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જેથી આવેશમાં આવીને પતિએ પગલુ ભર્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સચિન પોલીસ સ્ટેશન પીઆઇ આર. જે. ગોહિલે જણાવ્યું કે, હોસ્પિટલ તરફથી અમને જાણ કરવામાં આવતા અમે અહીં આવી ગયા હતા, આ મુદ્દે આપઘાતની કોશિસ કરનારની પત્નીની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, મારે અને મારા પતીને પગાર મુદ્દે ઝગડો થયા બાદ પતિએ જાતે જ ગળુ કાપી નાખ્યું, જેથી હું હોસ્પિટલ લઈ આવી છું. હાલમાં દર્દી બેભાન અવસ્થામાં છે, તેનું ઓપરેશન થઈ ગયા બાદ તે ભાનમાં આવ્યા બાદ નિવેદન આપે ત્યાર બાદ જ હકીકત શું છે તે જાણી શકાશે.
First published: June 28, 2018, 11:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading