'હું તને આજે છોડીશ નહીં,': પતિએ પૂર્વ પત્નીને બાહોમાં ભરી

News18 Gujarati
Updated: April 12, 2019, 3:46 PM IST
'હું તને આજે છોડીશ નહીં,': પતિએ પૂર્વ પત્નીને બાહોમાં ભરી
પ્રતિકાત્મક તસવીર

સુરતના નાનપુરાના આધેડે પૂર્વ પત્નીની છેડતી કરી અઠવા પોલીસ મથકના કર્મી સાથે ઝપાઝપી કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ સુરતના નાનપુરાના આધેડે પૂર્વ પત્નીની છેડતી કરી અઠવા પોલીસ મથકના કર્મી સાથે ઝપાઝપી કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં દાખલ આધેડે પોલીસે તેને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે નાગપુરા ખંડેરાવપુરાના સાજીદ મજીક કોંગાલીયા વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં બે ફરિયાદ નોંધાઇ હતી. સાજીદ વિરુદ્ધ તેની પૂર્વ પત્નીએ આપેલી ફરિયાદ મુજબ સાજીદે તેણીના ઘરમાં પ્રવેશી ભલે કોર્ટે છૂટાછેડા કર્યા હોય હું તને આજે છોડીશ નહીં, એમ કહી બાહુમાં કડી રાખી છેડતી કરી હતી. તેણીની પુત્રી છોડાવવા જતા સાજીદે તેના હાથમાં બચકું ભરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ કોઇએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દેતા અઠવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

સાજીદને પોલીસ મથકે લાવતા તેણી અહીં આવ્યા બાદ પોલીસ સ્ટેશનના અમલદાર ભરતભાઇ ડાહ્યાભાઇ સાથે માથાકૂટ કરવા સાથે ઝપાઝપી કરી હતી. ભરતભાઇની ફરજમાં રુકાવટ કરી તેમના શર્ટનો કોલર પકડી શીરે સાધારણ ઇજા કરી હતી. જેને પગલે પોલીસે સાજીદની પૂર્વ પત્ની અને પીએસઓ ભરતભાઈની ફરિાદ લઇ ગુનો દાખલ કર્યો હતો.

સિવિલમાં દાખલ સાજીદે આક્ષેપ કર્યો હતો કે, તેના છૂટાછેડા થયા નથી. બે વર્ષથી પત્નીએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો.તેની માતા સાથે પત્ની બાસ્કેટ મુદ્દે ઝઘડો કરતા સમજાવવા ગયો હતો. જેનું તેણીએ વાતનું વતેસર કરી પોલીસને બોલાવી લીધી હતી.

આ પણ વાંચોઃ-કપલને કઢંગી હાલતમાં જોઇને કિશોરનું સગી બહેન ઉપર દુષ્કર્મ, માસૂમે કોર્ટમાં વર્ણવી વેદના

ત્યારબાદ તેને પોલીસ મથકે લઇ જઇ પોલીસકર્મીઓએ અપશબ્દો બોલવા સાથે દંડા અને લાતોથી ઢોરમાર માર્યો હતો. આખરે તેના ભાઇએ પોલીસ કમિશનરને ફરિયાદ કરતા છોડાયો હતો. ત્યારબાદ તેને 108 એમ્બ્યુલન્સમાં સિવિલ લાવી દાખલ કરાયો હતો. જોકે, અઠવા પોલીસ સાજીદને માર માર્યો હોવાની વાત નકારી રહી છે.
First published: April 12, 2019, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading