સટ્ટામાં લાખો રૂપિયા હારી જનાર સટોડિયા પતિએ પિયરમાંથી દહેજે પેટે રોકડા રૂ.50 લાખ નહીં લાવે તો કેરોસીન છાંટી સળગાવી દેવાની ધમકી આપતા પરિણીતાએ પતિ અને સાસરીયા વિરૂધ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં દહેજની ફરિયાદ નોંધાવી છે. સુરતમાં દિનપ્રતિદિન દહેજ, ખૂન, પરિણીતા પર ત્રાસની હિકચકારી ઘટનાઓ ઘટતી રહે છે, જોકે, 50 લાખના દહેજ માટે પતિએ પત્ની સાથે જે કામ કર્યાનો આરોપ છે તે જાણીને કોઈ પણ વ્યક્તિનું હ્રદય ધૃણાથી ભરાઈ આવે. સંતાનમાં પુત્ર અને દહેજમાં પૈસાની લાલચે પતિએ પરિણીતા પર અત્યાચાર કર્યા હોવાની ફરિયાદના પગલે ચકચાર મચી ગઈ છે.
મોટા વરાછાની શાલીભદ્ર રેસીડન્સીમાં હાલ પિતા સાથે રહેતી 29 વર્ષીય પરિણીતાના લગ્ન ચાર વર્ષ અગાઉ મોટા વરાછા સનસીટી રો હાઉસમાં રહેતા કિશન આસોદરીયા સાથે થયા હતા અને સંતાનમાં 3 વર્ષની પુત્રી છે. લગ્નના થોડા સમય બાદ પતિએ શારિરીક-માનસિક ત્રાસ આપી દહેજ પેટે 10 લાખની માંગણી કરી હતી. પતિના ત્રાસ અંગેની જાણ નણંદ અને સાસુ-સસરાને કરતા તેમણે પણ પતિ કિશનનો પક્ષ લીધો હતો. પરંતુ ભુમિકાને સાત મહિનાનો ગર્ભ હતો જેથી પોતાનો સંસારની ચિંતામાં ત્રાસ સહન કર્યો હતો અને ભુમિકાએ પુત્રીને જન્મ આપ્યો હતો.
આ પણ વાંચો : સુરત : પ્રેમિકાને પામવા વતન છોડી આવેલા પ્રેમી મોત મળ્યું, પ્રેમિકાને થઈ ગયો હતો બીજા યુવક સાથે પ્રેમ
પરંતુ પુત્રીના જન્મથી પણ નારાજ પતિ અને સાસરિયાએ અમને તો પુત્ર જોઇતો હતો અને તે પુત્રીને જન્મ આપ્યો છે, તું અભણ છે અને કંઇ આવડતું નથી એમ કહી ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી હતી. ત્યાર બાદ પતિ કિશન સટ્ટામાં લાખો રૂપિયા હારી જતા બે દિવસમાં જો 50 લાખ રૂપિયા પિયરમાંથી નહીં લાવે તો કેરોસીન છાંટી સળગાવી દેવાની ધમકી આપી હતી. જેની જાણ ભુમિકાએ કાકા સસરાને કરી હતી પરંતુ તેમણે પણ દહેજ તો આપવું જ પડશે એમ કહી ભુમિકાને ઘરમાંથી કાઢી મુકતા છેવટે પતિ અને સાસરિયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : સુરત : પ્રદિપ ઉર્ફે દાદા પાટીલની જાહેરમાં કરપીણ હત્યા, 2 દિવસમાં ત્રીજા ખૂની ખેલથી શહેર લથબથ