સુરતઃ સવારે પત્નીને પીયર મૂકી આવ્યા બાદ પતિએ ફોન ઉપર તલાક આપ્યા

News18 Gujarati
Updated: August 22, 2019, 9:01 PM IST
સુરતઃ સવારે પત્નીને પીયર મૂકી આવ્યા બાદ પતિએ ફોન ઉપર તલાક આપ્યા
પીડિત મહિલાની તસવીર

સુરતમાં ત્રિપલ તલાકની ફરિયાદ કરવા માટે એક મહિલા પોલીસ સ્ટેશને પહોંચી છે.

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ ત્રિપલ તલાકના કેસો બનતા અટકે અને મુસ્લિમ મહિલાઓને અન્યાય ન થાય તે માટે સરકાર દ્વારા ત્રિપલ તલાક બિલ પસાર કરવામાં આવ્યું છે ત્યારે સુરતમાં ત્રિપલ તલાકની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં ત્રિપલ તલાકની ફરિયાદ કરવા માટે એક મહિલા પોલીસ સ્ટેશને પહોંચી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી મુસ્લિમ મહિલાને તેના પતિએ જ ફોન ઉપર ત્રણ તલાક કહીને તલાક આપ્યા હતા. જેના કારણે બુધવારે મહિલા પતિ સામે ફરિયાદ નોંધાવવા માટે રાંદેર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જોકે, ત્યારે નવા કાયદા મુજબ ફરિયાદ લેવાનો પોલીસે ઇન્કાર કર્યો હતો. પોલીસને નવા કાયદાનું સરકાર તરફથી એમેનમેન્ટ મળ્યું ન હોવાથી ત્રિપલ તલાકની ફરિયાદ લીધી ન હોવાનું જાણવા મળ્યું હતું.

મહિલાના જણાવ્યા પ્રમાણે મારો પતિ મને મારા ઘરે જવા ન્હોતો દેતો, અને કહેતો કે જવું હોય તો કાયમ માટે જતી રહે. આ ડર હેઠળ હું જીવતી હતી. સવારે પિયર મુકીને આવ્યા બાદ રાત્રે મને ફોન કરીને તલાક આપી દીધા. તેમણે વધું જણાવ્યું હતું કે, પોલીસે તેને કહ્યું હતું કે, હજી સુધી ત્રિપલ તલાક કાયદો અમલમાં આવ્યો નથી. એટલે જ્યારે અમલમાં આવે ત્યારે ફરિયાદ નોંધાવવા આવજો એટલે ફરિયાદ નોંધીશું.

નવા કાયદાનું એણેનમેન્ટ પોલીસને મળતા મહિલાની ફરિયાદ ત્રિપલ તલાકના નવા કાયદામાં નોંધવામાં આવી હતી. માનવામાં આવે છે કે ત્રિપલ તલાકનો કાયદો અમલમાં આવ્યા પછીની ગુજરાતનો આ સંભવત પ્રથમ કિસ્સો છે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર દ્વારા ત્રિપલ તલાક બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર કરીને કડક કાયદો બનાવવામાં આવ્યો છે. જેના કારણે મુસ્લિમ મહિલાઓ ઉપર થતા અન્યાય અટકાવી શકાય. જોકે, ત્રિપલ તલાકનો કિસ્સો સુરતમાં આમે આવ્યો છે. અને પોલીસ આ અંગે ફરિયાદ લેવાની તજવીજ હાથધરી છે.
First published: August 22, 2019
વધુ વાંચો
अगली ख़बर