Home /News /south-gujarat /

સુરત: પતિએ પત્નીને આપી ઝેરી દવા પીવાની ચેલેન્જ, થયું મોત

સુરત: પતિએ પત્નીને આપી ઝેરી દવા પીવાની ચેલેન્જ, થયું મોત

પ્રતિકાત્મક તસવીર

પતિએ બધાને કહ્યું હતું કે મારો મિત્ર નહીં આવે ત્યાં સુધી કોઈએ જમવાનું નથી.

    ન્યૂઝ18 ગુજરાતી : સુરતમાં ગૃહકલેશ પછી આપઘાત કરી લેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં ગોડાદરા વિસ્તારમાં પતિએ પત્નીને ઝઘડા બાદ ચેલેન્જ આપી હતી કે તારામાં હિંમત હોય તો ઝેરી દવા પીને બતાવ. જે બાદ પત્નીએ ઝેરી દવા ગટગટાવી લેતા તેની હાલત ગંભીર બની હતી. તેનું 3 દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

    આ મામલે પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ શહેરનાં લિંબાયત ગોડાદરા સુમનશ્રુતિ આવાસ ઘર નં. જી-506 માં રહેતા ચંદ્રકાંત માધવ સોનવણે અને તેની પત્નીનો ઝઘડો થયો હતો. ત્રણ સંતાનની માતા 30 વર્ષની લલિતાએ ગત તારીખ 3 જુને રાતે 11.30 કલાકે ફિનાઇલ અને વાંદા મારવાની દવા ભેગી કરી પી લીધી હતી. જે બાદ તેને સ્મીમેર બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જેમનું સારવાર દરમિયાન 6 જુને મોત થયું હતું.

    શું બની હતી ઘટના?

    બનાવની રાતે લલિતાના ઘરે ભાઈ રાહુલ અને બહેન સીમા જમવા માટે આવ્યાં હતાં. લલિતાના પતિ ચંદ્રકાંતે મિત્ર રસિકને પણ જમવા બોલાવ્યો હતો. બધા જમવા બેઠા હતા ત્યારે રસિકને કોઇ કામ આવતા તે જતો રહ્યો હતો. તેથી ચંદ્રકાંતે બધાને કહ્યું હતું કે મારો મિત્ર નહીં આવે ત્યાં સુધી કોઈએ જમવાનું નથી. જે કારણે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. તેથી રાહુલ અને સીમા ઘરની બહાર જતા રહ્યા હતા. ઝગડાનો અવાજ બહાર સુધી આવતા તેઓ ઘરમાં ગયા હતાં. ત્યારે ચંદ્રકાંત લલિતાને મારતો હતો. બંને વચ્ચે સમાધાન કરાવી ચંદ્રકાંતને નીચે મોકલી દીધો હતો. રાહુલ અને સીમા હોલમાં બેઠા હતા ત્યારે લલિતાએ બાથરૂમમાં પડેલા ફીનાઇલ અને વાંદા મારવાની દવા ભેગી કરીને પી લીધી હતી. સીમાએ આ જોતા તેણે બોટલ ફેંકી દીધી હતી. તે દરમિયાન ચંદ્રકાંત આવ્યો અને લલિતાને ચેલેન્જ આપતા કહ્યું હતું કે, 'તારામાં દવા પીવાની હિંમત નથી, તું એકવાર દવા પીને બતાવ.' જે બાદ લલિતાએ દવા પીને બતાવી હતી અને તબિયત ખરાબ થઇ હતી.

    આ પણ વાંચો : સુરત: પતિએ પત્નીને આપી ઝેરી દવા પીવાની ચેલેન્જ, થયું મોત

    ભાઇએ નોંધાવી ફરિયાદ

    લલિતાનાં મોત પછી તેના ભાઇ કૈલાશ દેવાભાઇ ભાલેરાવે બનેવી ચંદ્રકાંત વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગેની ફરિયાદ નોંધાવી છે. આ મામલે હાલ પોલીસ તપાસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Domestic violence, ગુજરાત, ગુનો, સુરત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन