સુરતઃ સાથે જીવવા-મરવાના કોલ પૂરા કર્યા, પત્ની બાદ પતિનું મોત

સુરતના ભીમરાડ ચેક પોસ્ટ નજીક આવેલી શિવ રેસિડન્સીમાં પત્નીના મોત બાદ પતિનું પણ મોત નીપજ્યું હતું.

News18 Gujarati
Updated: June 14, 2019, 3:05 PM IST
સુરતઃ સાથે જીવવા-મરવાના કોલ પૂરા કર્યા, પત્ની બાદ પતિનું મોત
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 14, 2019, 3:05 PM IST
કિર્તેષ પટેલ, સુરતઃ સુરતના ભીમરાડ ચેક પોસ્ટ નજીક આવેલી શિવ રેસિડન્સીમાં પત્નીના મોત બાદ પતિનું પણ મોત નીપજ્યું હતું. સાથે જ જીંદગીના તડકા છાંયા જોનારા દંપતીના મોતથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો. ચાર દિવસ અગાઉ મહેસાણાથી દીકરાના ઘરે સુરત આવેલા માતા-પિતા શનિવારે મુંબઈ જાય તે અગાઉ જ પરલોક સિધાવ્યા હતા.

સુરતના ભીમરાડ ચેકપોસ્ટ નજીક આવેલી શિવ રેસિડેન્સીમાં રહેતા દીકરા ચેતનને ત્યાં આવેલા પુષ્પાબેન પ્રવિણચંદ્ર જગજીવનદાસ પંચાલ(ઉ.વ.આ.67)ના ડાયાબિટીસના દર્દી હતાં. સવારથી પુષ્પાબેનની તબિયત ખરાબ હતી. જેથી બપોર બાદ પ્રવિણચંદ્રએ દીકરા ચેતનને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. ભેસ્તાનમાં લેસનું કારખાનું ચલાવતો ચેતન ઘરે આવવા નીકળ્યો અને રસ્તામાં જ 108ને ફોન કરી દીધો હતો. દીકરો ઘરે આવે તે અગાઉ જ માતાનું ઘરમાં મોત નીપજ્યું હતું જ્યારે આઘાતમાં નિવૃત જીવન જીવતા પિતા પ્રવિણચંદ્ર પંચાલ(ઉ.વ.69)નું પણ મોત નીપજ્યું હતું. પ્રવિણચંદ્ર બીપીના દર્દી હતા અને 15 વર્ષ અગાઉ બાયપાસ કરાવ્યું હતું.

આ પણ વાંચોઃ-સુરત શાળામાં લાગી આગ; ફાયર NOC ન મળે ત્યાં સુધી શિક્ષણકાર્ય બંધ

10 દિવસ પહેલા જ શિવ રેસિડેન્સીમાં દીકરો ચેતન ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો. બાદમાં માતા પિતા તેના ઘરે આવ્યા હતાં. શનિવારે તેઓ બીજા દીકરા કેતનના ઘરે મુંબઈ જવાના હતા પરંતુ બન્નેના એક સાથે મોત થતા હવે મૃતદેહો મુંબઈ લઈ જવામાં આવશે અને ત્યાં જ અંતિમવિધિ કરવામાં આવશે તેમ મૃતક પ્રવિણચંદ્રના દીકરાઓએ જણાવ્યું હતું.

બહુ ઓછા કિસ્સામાં પતિ પત્નીના સાથે મોત થતા હોય ત્યારે આ કેસમાં તબીબોએ મૃત્યુના કારણ અંગે પ્રાથમિક તબક્કે પત્નીનું ડાયાબિટીસમાં બાદ પતિનું હ્રદય બેસી જવાથી બન્નેના મોત થયા હોય તેમ પ્રાથમિક તબક્કે કહી શકાય છે.
First published: June 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...