સુરત : 'મારી પાસે મરવા સિવાયનો કોઈ રસ્તો નથી, મારી મોતના જવાબદાર પત્ની અને તેનો પ્રેમી છે'

સુરત : 'મારી પાસે મરવા સિવાયનો કોઈ રસ્તો નથી, મારી મોતના જવાબદાર પત્ની અને તેનો પ્રેમી છે'
પ્રતિકાત્મક તસવીર

પત્નીના આડા સંબંધોના કારણે પતીનો આપઘાત, પોલીસે ચોંકાવનારી સુસાઇડ નોટના આધારે આપઘાતની દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ કરી

  • Share this:
સુરત : રાંદેર બાપુનગર ખાતે રહેતા રીક્ષા ચાલકે ફાંસો ખાઈ આપધાત કરવાના કેસમાં પોલીસે તેની પત્ïની અને તેના પ્રેમી સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સુરત ના રાંદેર બોરડી વિસ્તાર બાપુનગર ખાતે રહેતા અને રીક્ષા ચલાવતા મોહમંદ દાઉદ વસ્તાઍ શનિવારે ઘરે પંખા સાથે નાયલોનની દોરી બાંધી ફાંસોખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે  મૃતïક મોહમંદ દાઉદના ભાઈ ઈસ્માઈલ ઉર્ફે ઈમરાન (રહે, સેગવા ગામ ભરુચ)ની ફરિયાદ આધારેï મૃતક મોહમંદ  દાઉદની પત્ની અનિશા અને તેના પ્રેમી ઈમરાન પટેલ (રહે,હિંગલોત ભરુચ) સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મોહમંદ દાઉદે અનિશા સાથે  લવમેરેજ કર્યા હતા. મોહમંદ ફાંસોખાઈને આપઘાત કર્યો હોવા છતાંયે અનિશાઍ તેના દિયર ઈસ્માઈલ ઉર્ફે ઈમરાનને સવારે ફોન કરી મોહમંદïનું હા્ર્ટ બેસી ગયું હોવાનુ કહ્યુ હતુ.આ પણ વાંચો :  ગઢડા : નશાએ બે યુવકોનો જીવ લીધો,સળગતા ઈંટોના ભઠ્ઠામાં રાત્રે ઊંઘી ગયા, સવાર પડતા મોત

જાકે મોહમંદની લાશ જાતા તેના ગળાના ભાગ કાળો પડી ગયો હોવાથી શંકા જતા પરત મોહમંદની લાશને ઍમ્બ્યુલન્સમાં લઈને સુરત બાપુનગરના ઘરે આવ્યા હતા અને ઈસ્માઈલે રાંદેïર પોલીસને જાણ કરી હકીકત જણાવતા્ પોલીસે અનિશાની પુછપરછ કરતા મોહમંદ ફાંસોખાઈï આપઘાત કયો હોવાની કબુલાત કરી હતી.

આ પણ વાંચો :  અમદાવાદ : 50 છોકરીઓની જિંદગી બગાડનાર અસલી જિંદગીનો 'વિક્કી બહેલ' ઝડપાયો, કરતૂત જાણીને ચોંકી જશો

પોલીસને ઘરેથી મોહમદે લખેલી સુસાઈટ નોટ પણ મળી આવી હતી જેમાં મોહમંદે લખ્યું હતું કેં હું મોહમદ વસ્તા મારી વાઈફનું ઈમરાન રહે, હિંગરોત ભરુચ સાથે ચાલુ છે. તે મને અને મારા છોકરાઓને ટોર્ચર કરે છે માર મોત માટે આ બે લોકો જવાબદાર છે. મારા ગામમાં મારી મિલ્કત છે તે મારા છોકરાઓને મળે મારી વાઈફનો કોઈ હક નહી રહે મને રોજ રોજ કહે છે કે તુ મરી જા તો હું અને ઈમરાન સાથે રહીશ. મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી મારા મોતના જબાબદાર આ બે છે તેમને પોલીસ તેમને સજા અપાવવી આ લોક મને મરવા માટે મજબુર કરી દીધો છે. પોલીસે ઈસ્માઈલની ફરિયાદને આધારે અનિશા અને તેના પ્રેમી ઈમરાન સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:January 18, 2021, 19:05 pm

ટૉપ ન્યૂઝ