સુરતઃ સામાન્ય રીતે પતિના ત્રાસના કારણે કે સાસરિયાઓના કારણે પરિણીતા આત્મહત્યા કરવા જેવું પગલું ભરતી હોવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. જોકે, સુરતના અડાજણમાં ઉલટી ગંગા જેવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પત્નીના ત્રાસના કારણે પતિએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
યુવકે આત્મહત્યા કરતા પહેલા પત્નીને જવાબદાર ઠેરવીને દિવાલ ઉપર હિન્દીમાં લખાણ લખ્યું હતું. યુવકે પોતાના મોત માટે પત્ની જવાબદાર હોવાનું ગણાવ્યું હતું. યુવકના આપઘાત બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ વિસ્તાર આવેલ પાલનપુર જકાતનાકા સરોજીની નાયડુ શાક માર્કેટ પાસે અક્ષરદિપ ઍપાર્ટમેન્ટમાં રહેતા યાજ્ઞીક દિપકભાઈ ખલાસી ગઈકાલે બુધવારે બપોરે સવા ઍક વાગ્યા પહેલા પોતાના બેડરૂમમાં છતના હુક સાથે નાયલોકની દોરીથી ફાંસોખાઈ આપધાત કર્યો હતો.
જોકે ઘટનાની જાણકારી મળતા પાડોસીએ આ મામલે પોલીસને જાણકારી આપતા પોલીસ તાતકાલિક બનાવની જગ્યા પર દોડી આવીને તપાસ સાહરુ કરી હતી. જેમાં મારનાર યુવાને પોતાની બેડરૂમમાં દીવાલ પર લખ્યું હતું કે મારી મોતનું કારણ ધર્મિષ્ઠા છે.
એટલે કે મારી વાઈફ અને હિન્દીમાં મુજે ઇન્સાફ ચાહિયેનું લખાણ હિન્દીમાં લખેલું હતું. જોકે પોલીસે આ યુવાનો મૃતદેહ પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. જ્યાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ ડોક્ટરે કહ્યું હતું કે તેમનું મોત 24થી 48 કલાક પહેલાં થયું હતું.
તથા ગળેફાંસો લાગવાથી તેમનું મોત થયું હતું. જ્યારે યાજ્ઞિક હજીરાની કંપનીમાં નોકરી કરતો હતો તેને સંતાનમાં એક પુત્રી છે. જોકે તેના મોબાઇલમાં સ્ટેટસ પર જિંદગી બાય બાય લખેલું મૂક્યું હતું આ અંગે અડાજણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર