સુરત :  'સાહેબ મારી પત્ની આત્મહત્યા કરવા બ્રિજ પર ઊભી છે, એને બચાવી લો,' લંડનથી કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો

સુરત :  'સાહેબ મારી પત્ની આત્મહત્યા કરવા બ્રિજ પર ઊભી છે, એને બચાવી લો,' લંડનથી કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો
પ્રતિકાત્મક તસવીર

લંડન રહેતા પતિની પત્નીએ બ્રિજ પરથી વીડિયો કૉલ કરીને નીચે પાણી બતાવ્યું, પતિએ સમયસૂયકતા દાખવી

  • Share this:
સુરત : પતિ પત્નીના ઝઘડામાં આત્મહત્યાના (Surat Suicide) બનાવો સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં બને છે. જોકે, પત્નીએ LIVE વીડિયો કોલ (Wife video call Suicide) કરી અને પતિને પોતે આપઘાત કરવા જવાનું કહેતા જ પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જોકે, પતિએ સમયસૂચકતા દાખવી તાત્કાલિક સુરત કંટ્રોલ રૂમને (Surat Police control Room) જાણ કરી હતી કે પતિએ પોલીસને કહ્યું હતું કે તેની પત્ની આત્મહત્યા કરવા માટે ગઈ છે અને બ્રિજ પર પહોંચી છે. જેથી પોલીસે તાત્કાલિક અડાજણ પોલીસને જાણ કરતા મહિલાની શોધખોળ કરવામાં આવી હતી.

બનાવની વિગત એવી છે કે સુરત પોલીસના કંટ્રોલ રૂમમાં એક વ્યક્તિનો સોમવારે બપોરે 12.00 વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે લંડનથી બોલતો હોવાનું જણાવ્યું હતું જ્યારે તેણે પોલીસને મદદ માટે અપીલ કરી તો કંટ્રોલ રૂમમાં પણ પોલીસકર્મી ચોંકી ગયા હતા. પતિએ કંટ્રોલરૂમને કહ્યું કે પત્ની તાપીમાં કૂદકો મારવા પહોંચી છે અને બ્રિજ પરથી વીડિયો કોલ કરીને નીચે પાણી દેખાડ્યું છે.આ પણ વાંચો :  ગાંધીનગર : નણંદે ઘરઘાટી સાથે મળી ભાભીની કરાવી હતી હત્યા, ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી મર્ડર મિસ્ટ્રી

જોકે, પોલીસ આમ એક્શન લેવામાં ઢીલ કરે તો મહિલાનો જીવ જતો રહે તેમ હતો તેથી એક અરજન્ટ મેસેજ આપવામાં આવ્યો અને પોલીસ કંટ્રોલ રૂમે આ મેસેજ અડાડણ  આ મેસેજ અડાજણ પીઆઈ સગરને આપ્યો હતો. પીઆઈ દ્વારા પણ પીસીઆઈ દોડાવામાં આવી હતી.

અડાજણને જોડતા બ્રિજ ચેક કરવાની સૂચના આપવામાં આવી હતી. દરમિયાન કોલ મળ્યાની પાંચ મિનિટ બાદ પીસીઆર સરદાર બ્રિજ પર પહોંચી ગઈ હતી જ્યાં મહિલાનો પતો નહોતો લાગ્યોથોડીવાર બાદ પોલીસ મહિલાના ઘરે પહોંચતા ત્યાં તેની સગીર વયની પુત્રી મળી આવી હતી. પોલીસ મહિલાની શોધખોળ કરી રહી હતી.

આ પણ વાંચો :  સુરત : દુકાનમાંથી 61.23 લાખની ડુપ્લીકેટ ઘડિયાળો ઝડપાઈ, પોલીસે 8.50 લાખનો તોડ કર્યાનો વેપારીનો આરોપ

તેવામાં મહિલા પોતાના ઘરે બ્રિજ પરથી પરત પહોંચી હતી. જોકે, પોલીસે તેમને શાંત પાડી અને તેમને આત્મહત્યા કરવા જવાનું કારણ પૂછ્યું હતું. મહિલાએ પોલીસને જે કારણ આપ્યું તે સાવ સામાન્ય કારણ હતું. પતિ પત્ની વચ્ચે થયેલી તકરારમાં આ મહિલા તાપી પરથી પડતું મૂકવા માટે આવી હતી. જોકે, પતિની સમજાવટ અને પોલીસની દોડાદોડી રંગ લાવી હતી. સામાન્ય વાતોમાં પતિ પત્ની વચ્ચે થતી તકરારો કેવું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે તેનું આ સ્પષ્ટ ઉદાહરણ છે.
Published by:Jay Mishra
First published:December 23, 2020, 22:21 pm

ટૉપ ન્યૂઝ