સુરતઃ પત્નીને છરીના 10થી વધુ ઘા મારી પતિ લઇ ગયો હોસ્પિટલ

News18 Gujarati
Updated: June 26, 2019, 2:25 PM IST
સુરતઃ પત્નીને છરીના 10થી વધુ ઘા મારી પતિ લઇ ગયો હોસ્પિટલ
હોસ્પિટલ સારવાર અર્થે દાખલ પત્નીની તસવીર

સુરતના ભેસ્તાન આવાસમાં એક પતિએ પત્નીને ચપ્પુના 10થી વધુ ઘા માર્યા હતા. ત્યારબાદ પતિ જ પત્નીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો.

  • Share this:
કિર્તેષ પટેલ, સુરતઃ સુરતના ભેસ્તાન આવાસમાં એક પતિએ પત્નીને ચપ્પુના 10થી વધુ ઘા માર્યા હતા. ત્યારબાદ પતિ જ પત્નીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો. પરિવારજને જાણ થતા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પતિને પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસે પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના એસએમસીના ભેસ્તાન આવાસમાં નસીબાબાનુ ફિરોજખાન(ઉ.વ.35) પરિવાર સાથે રહે છે. પતિ ફિરોજખાન સાથે 16 વર્ષ પેહલાં લગ્ન થયા હતા. પતિ સાડીની ફેરી કરી વેચવાનો ધંધો કરે છે. નિઃસંતાન પરિવારમાં પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા.

દરમિયાન ઝઘડાના કારણે પત્ની હાથમાં છરી લઈ હાથ કાપી નાખવાની ધમકી આપતી હતી. દરમિયાન આજે બુધવારે પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો ઉગ્ર બનતા પતિએ પત્નીને માથા અને ગાલ પર 10થી વધુ ચપ્પુના ઘા મારી દીધા હતા.

આ પણ વાંચોઃ-રસ્તા પણ કણસતી યુવતીને જોઇ એક વ્યક્તિને સંવેદના જાગી અને....

ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં પતિ જ પત્નીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો. પરિવારને જાણ થતા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પતિએ જ પત્નીને ચપ્પુના ઘા માર્યા હોવાની જાણ થતા પતિને ડીંડોલી પોલીસ હવાલે કરી દેવામાં આવ્યો હતો. પોલીસે પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

 
First published: June 26, 2019, 2:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading