Home /News /south-gujarat /

સુરત : ખાધાખોરાકીની વાત કરતા બે પરિવાર વચ્ચે ફેમિલી કોર્ટ પાર્કિગમાં જ છૂટાહાથની મારામારી

સુરત : ખાધાખોરાકીની વાત કરતા બે પરિવાર વચ્ચે ફેમિલી કોર્ટ પાર્કિગમાં જ છૂટાહાથની મારામારી

પ્રતિકાત્મક તસવીર

ફેમેલી કોર્ટમાં ખાધા ખોરાકીને કારણે કોર્ટ પાર્કિગમાં પરિવારો વચ્ચે છૂટા હાથની મારા મારી જોવા મળી હતી.

સુરત : શહેરની ફેમેલી કોર્ટમાં પરિવારોમાં  થયેલા પતિ પત્નીનાં ઝગડા આવતા હોય છે. જેમાં ગતરોજ ફેમેલી કોર્ટમાં ખાધા ખોરાકીને કારણે કોર્ટ પાર્કિગમાં પરિવારો વચ્ચે છૂટા હાથની મારા મારી જોવા મળી હતી. જોકે, સમગ્ર મામલો પોલીસ મથકે પોંહચ્યો હતો.

સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક આવેલા હરિઓમ નગરમાં રહેતી 24 વર્ષીય યુવતી રૂપાલી ઉર્ફે યુક્તિ દિપક પાટીલનાં લગ્ન મહારાષ્ટ્રનાં ધુલિયા જિલ્લાનાં શિંદખેડા તાલુકાનાં પીપ્રાળ ગામનાં 28 વર્ષીય  દિપક નાનાસાહેબ પાટીલ  સાથે થયા હતા. લગન બાદ બંન્ને વચ્ચે મનમેળ નહિ થતા બંનેવ વચ્ચે વારંવાર ઝગડા થતા હતા. જેને લઇને બંનેવે છૂટા થવાનું નક્કી કર્યું હતું. જોકે, રૂપાલી પિયરમાં રહેવા આવી ગઇ હતી અને સુરત ફેમિલી કોર્ટમાં ખાધાખોરાકીનો કેસ કર્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ : સાસરિયાએ પરિણીતા પાસે 15 લાખ રૂ. મંગાવી ટોણો માર્યો, 'સાયકોલોજી કર્યું છે તેથી તું ગાંડી છે'

આ કેસમાં કોર્ટમાં હાજરી આપવા પતિ પત્નીનાં પરિવાર સાથે હાજર રહ્યાં હતા. જોકે, આ કેસમાં ખાધા ખોરાકી નક્કી કરી 20 હજાર આપવા માટેની વાત ચાલી રહી હતી. ત્યારે યુવતીનાં પિતાએ યુવકને તારા પિતાનો પગાર વધારે છે જેથી તારે 20 હજાર રૂપિયા ખાધા ખોરાકી આપવી પડશે, તેવી વાત કરતા યુવક ગુસ્સે ભરાયો હતો. જે બાદ તેણે યુવતીનાં પિતાને કહી દીધું હતું કે, તમે તમારી દીકરી મારી સાથે પરણાવી હતી મારા પિતા સાથે નહિ. મારી કમાણી ઓછીહોવાને કારણે હું 20 હજાર ખાધા ખોરાકી નહિ આપું. આ સાંભળતા યુવતીનાં પિતા ગુસ્સે ભરાયા હતા અને બંનેવ પક્ષ વચ્ચે છૂટા હાથની મારામારી શરુ થઇ ગઈ હતી. ફેમેલી કોર્ટમાં બે પરિવારે પાર્કિગમાં મારામારી કરવા લાગ્યા હતા. જે બાદ આખો મામાલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો.   જ્યાં યુવતીએ તેના પતિ દિપક અને સસરા નાનાસાહેબ સંતોષ પાટીલ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે બીજી બાજુ યુવક દિપકે પત્ની રૂપાલી અને તેના પિતા સંજય દામુ ઠાકરે અને સુરેશ દામુ ઠાકરે વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ વીડિયો પણ જુઓ : 
Published by:Kaushal Pancholi
First published:

Tags: Family court, ગુજરાત, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन