સુરતઃ પતિ-પત્ની ઝેરી દવા પીધેલી હાલતમાં મળ્યા, બંનેની હાલત ગંભીર

News18 Gujarati
Updated: August 14, 2018, 4:33 PM IST
સુરતઃ પતિ-પત્ની ઝેરી દવા પીધેલી હાલતમાં મળ્યા, બંનેની હાલત ગંભીર
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં પતિ અને પતિએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત

સુરતમાં પતિ અને પતિએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. બંનેની હાલત ગંભીર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પટેલ દંપતીએ કયા કારણોસર આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો એ જાણવા મળ્યું નથી જોકે, પોલીસ તપાસમાં સાચુ કારણ બહાર આવશે.

મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરાના વદોડગામમાં દશરથભાઇ પટેલ અને પત્ની વિમળાબહેન સહિત પરિવાર સાથે રહે છે. તેઓ લુમ્સનું કારખાનું ધરાવે છે. દશરથભાઇ અને પત્ની વિમળા બહેન વદોડગામના જાડી જંગલમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. બંનેની હાલત ગંભીર હોવાના કારણે તેમને 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં તબીબો તેમની સારવાર કરી રહ્યા છે. જોકે, બંનેની હાલત ગંભીર હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે દશરથભાઇ પટેલ મૂળ મહેસાણા વતની છે. તેઓ વર્ષોથી સુરતમાં પરિવાર સાથે રહે છે. દશરથભાઇનું આવકનું સાધન લમ્સનું કારખાનું છે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે પણ આગળની કાર્યવાહી હાથધરી છે.
First published: August 14, 2018, 4:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading