સુરતમાં હિટ એન્ડ રનઃ કાળમૂખા ટેન્કરે દંપતીને અડફેટે લીધું, બંનેનાં મોત

News18 Gujarati
Updated: November 12, 2018, 8:20 AM IST
સુરતમાં હિટ એન્ડ રનઃ કાળમૂખા ટેન્કરે દંપતીને અડફેટે લીધું, બંનેનાં મોત
અકસ્માત સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો, જેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે એક ટેન્કરની એક દંપતી કચડાયું હતું. અકસ્માત સર્જી ટેન્કર ચાલક ફરાર થઇ ગયો હતો

અકસ્માત સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો, જેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે એક ટેન્કરની એક દંપતી કચડાયું હતું. અકસ્માત સર્જી ટેન્કર ચાલક ફરાર થઇ ગયો હતો

  • Share this:
પ્રજ્ઞેસ વ્યાસ, સુરત

સુરતના જીઆઇડીસી વિસ્તાર એવા હજીરા પાસે હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે, અહીં પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરે પતિ-પત્નીને અડફેટે લીધા હતા. જેમાં ઘટનાસ્થળે જ પતિ-પત્નીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં સમગ્ર ઘટના કેદ થઇ ગઇ હતી.

પ્રાથમિક વિગત પ્રમાણે સુરત શહેરની બહાર આવેલા હજીરા પાસે અકસ્માતની ઘટના બની હતી, બાઇક પર જઇ રહેલા એક દંપતીને બેકાબૂ બનેલા ટેન્કરે ઠોકરે લીધા હતા. ટેન્કર એટલું પૂરપાટ ઝડપે આવી રહ્યું હતું કે પતિ-પત્ની કચડાઇ ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ પતિ-પત્નીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.


તો અકસ્માત સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો, જેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે એક ટેન્કરની એક દંપતી કચડાયું હતું. અકસ્માત સર્જી ટેન્કર ચાલક ફરાર થઇ ગયો હતો, જો કે ઇચ્છાપોર પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક વિગતો નોંધી હતી તથા અકસ્માત સર્જનાર ટેન્કર ચાલની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.
First published: November 11, 2018, 6:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading