સુરતઃ ખુલ્લી તલવાર લઇ દોડ્યાં પતિ-પત્ની, સોસાયટીનાં રહીશ પર કર્યો હુમલો

News18 Gujarati
Updated: September 24, 2018, 7:52 AM IST
સુરતઃ ખુલ્લી તલવાર લઇ દોડ્યાં પતિ-પત્ની, સોસાયટીનાં રહીશ પર કર્યો હુમલો
કઠોર-સાયણ રોડ પર આવેલી મેપલ વિલા સોસાયટીમાં કોમન પ્લોટના મુદ્દે ઘણા સમયથી બબાલ ચાલતી હતી. જેમાં સોસાયટી બનાવનાર ઓર્ગેનાઈઝર પતિ-પત્નીએ સોસાયટીના રહિશ પર હુમલો કર્યો

કઠોર-સાયણ રોડ પર આવેલી મેપલ વિલા સોસાયટીમાં કોમન પ્લોટના મુદ્દે ઘણા સમયથી બબાલ ચાલતી હતી. જેમાં સોસાયટી બનાવનાર ઓર્ગેનાઈઝર પતિ-પત્નીએ સોસાયટીના રહિશ પર હુમલો કર્યો

  • Share this:
ક્રિતેશ પટેલ, સુરત

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર જાહેરમાં મારા મારી કરતો વીડિયો વાયરલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો સુરતના કઠોર - સાયણ રોડ પર આવેલી મેપલ વિલા સોસાયટીનો છે. અહીં કોમન પ્લોટના મુદ્દે પતિ-પત્નીએ તલવાર વડે રહિશ પર હુમલો કર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત થયેલા રહિશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ટીવીની આ હોટ એકટ્રેસે વ્હાઇટ સ્વીમશૂટમાં મચાવી સનસનાટી

કેમ અને કોના પર તૂટી પડ્યા પતિ-પત્ની

કઠોર-સાયણ રોડ પર આવેલી મેપલ વિલા સોસાયટીમાં કોમન પ્લોટના મુદ્દે ઘણા સમયથી બબાલ ચાલતી હતી. જેમાં સોસાયટી બનાવનાર ઓર્ગેનાઈઝર પતિ-પત્ની દ્વારા સોસાયટીના રહિશ પર હુમલો કરવામાં આવ્યો હતો.ખુલ્લી તલવાર સાથે પહોંચેલા પતિ-પત્નીના હુમલાથી મહેશ મુંગલપરા નામનો શખ્સ ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઝઘડા દરમિયાન સ્થાનિક લોકોએ બન્ને પક્ષોને છૂટા પડાવ્યાં હતાં. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા મહેશ મુંગલપરાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સોસાયટીના રહિશોએ જણાવ્યું હતું કે, બિલ્ડર અને ઓર્ગેનાઈઝર નિલેશ વણપરિયા સોસાયટીનો કોમન પ્લોટ વેચવાની વેતરણમાં હતો. 200 બંગલાની સોસાયટીના મેઈન્ટેન્સના ઉઘરાવેલા અઢી અઢી લાખતો હિસાબ પણ આપતો નહોતો. અને હિસાબ માંગવા કે અન્ય પ્રશ્ને ઝઘડા પર ઉતરી જતો હતો. અગાઉ પણ પોતાની પત્નીને આગળ રાખીને નિલેશ હુમલો કરતો હતો. પરંતુ તંત્રમાં તેને અધિકારીઓ સાથે સારા સંબંધો હોવાથી કંઈ થતું ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.Video: આ ભવ્ય સ્થળ પર ઇશા અંબાણીના સગાઇની જુઓ એન્ટ્રી
First published: September 23, 2018, 5:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading