સુરત : વરાછામાં મહિલા હોમગાર્ડને ચપ્પુના ઘા ઝીંકી પતિ ફરાર, પત્નીને હૉસ્પિટલમાં દાખલ કરાઈ


Updated: June 7, 2020, 6:01 PM IST
સુરત : વરાછામાં મહિલા હોમગાર્ડને ચપ્પુના ઘા ઝીંકી પતિ ફરાર, પત્નીને હૉસ્પિટલમાં દાખલ કરાઈ
પતિ-પત્ની વરાછાના બરોડા પ્રીસ્ટેજ પાસે આવેલી સોસાયટી મીરા નગરમાં રહે છે.

પાન કાર્ડ અને આધાર કાર્ડ જેવી નજીવી બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પોતાની જ પત્ની પર કર્યો જીવલેણ હુમલો

  • Share this:
સામાન્ય બાબતે પતિ પત્ની ઝગડા થતા હોય છે પણ સુરતમાં માત્ર આધાર કાર્ડ અને પાન કાર્ડ માંગવા બાબતે પતિએ ઝઘડો કરી પત્નીને જાહેરમાં ચપ્પુ મારી ભાગી જવાની ઘટના સામે આવી છે. જોકે ઇજાગ્રસ્ત મહિલા હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. હુમલામાં તેને ગંભીર ઇજા પહોંચતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પતિ પત્નીના ઝઘડા તો તમે જોયા હશે પણ સમાન્ય બાબતે થયેલા ઝઘડામાં પતિ દ્વારા પત્ની પર જીવલેણ હુમલો કરી નાખતા પત્નીને હોસ્પિટલ ખાતે પહોંચી ગયાની ઘટના સામે આવી છે.  મૂળ ભાવનગરના સિહોર ના વતની અને સુરતમાં વરાછા વિસ્તાર માં આવેલ બરોડા પ્રિસ્ટેજની મીરાનગર સોસાયટીના ઘર નં. 144 માં રહેતા અને શહેરના ઉધના સી ઝોનમાં છેલ્લા 10 વર્ષથી હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા શારદાબેન જ્યંતિ મેવચા ગઈકાલે પોતાની ફરજ પરથી પરત ઘરે ગયા હતા. ત્યાર બાદ પુત્ર આશિષનું જીઆરડી કામરેજ રેન્જમાં ફોર્મ ભરવાનું હોવાથી કામરેજ ગયા હતા.

આ પણ વાંચો :  સુરત : દારૂના ધંધાની અદાવતમાં નામચીન બૂટલેગર કાળુની ઘાતકી હત્યા, વિચલિત કરતા CCTV સામે આવ્યા

જ્યાંથી તેઓ સાંજે 6 વાગ્યાના અરસામાં પરત આવી રહ્યા હતા. ત્યારે રહેણાંક મીરાનગર સોસાયટીના નાકા પર ઉભેલા પતિ જ્યંતિ ભણજી મેવચાએ પોતાના આધાર કાર્ડ અને પાનકાર્ડની માંગણી કરી હતી. જેના પ્રત્યુત્તરમાં શારદાબેને બંન્ને કાર્ડ ઘરે છે એમ કહેતા વેંત જ્યંતિએ ઝધડો કર્યો હતો. ત્યાર બાદ ચપ્પુ વડે હુમલો કરી કમરની ડાબી બાજુ, અને ડાબા હાથના કાંડામાં ઇજા પહોંચાડી હતી.

આ પણ વાંચો :   Big News :'દેશમાં શાળાઓ ઑગસ્ટ પછી ખુલશે,' માનવ સંશાધન મંત્રીનું મોટું નિવેદન

ઘટનાને પગલે સ્થાનિક રહીશો દોડી આવતા જ્યંતિ મેવચા ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત શારદાબેનને તુરંત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ઘટના અંગે શારદાબેને પતિ જ્યંતિ વિરૂધ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસે ઘટના મામલે ફરિયાદ નોંધી જીવલેણ હુમલો કરનાર પતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
First published: June 7, 2020, 6:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading