Home /News /south-gujarat /

સુરતઃ બુકાનીધારીઓએ ઘરમાં ઘૂસી કરી લાખો રૂપિયાની મતાની ચોરી, cctv video

સુરતઃ બુકાનીધારીઓએ ઘરમાં ઘૂસી કરી લાખો રૂપિયાની મતાની ચોરી, cctv video

સીસીટીવી વીડિયો પરથી તસવીર

Surat crime News:સોસાયટીમાં વહેલી સવારે બુકાનીધારીઓ મોટરસાયકલ પર આવી એક જ નિશાન બનાવી બે લાખ રૂપિયા રોકડા અને દસ તોલા સોનાની ચોરી (theft) કરી ફરાર થઈ ગયા હતા.

સુરતઃ સુરતમાં (surat news) ગુનાખોરી જે રીતે વધી રહી છે તેમાં બળાત્કાર હત્યા બાદ લૂંટ અને (crime) હવે તસ્કરોએ માઝા મૂકી છે. આ વિસ્તારની એક સોસાયટીમાં વહેલી સવારે બુકાનીધારીઓ મોટરસાયકલ પર આવી એક જ નિશાન બનાવી બે લાખ રૂપિયા રોકડા અને દસ તોલા સોનાની ચોરી (theft) કરી ફરાર થઈ ગયા હતા. જોકે ચોરી કરવા આવેલા તસ્કરોને સીસીટીવીમાં (cctv) કેદ થઈ ગયા હતા. કેટલાની જાણ થતા મકાન માલિકે આ મામલે પોલીસમાં ફરિયાદ (police complaint) આપતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

સુરતમાં એક પછી એક ગુનાખોરીની ફરિયાદોમાં સતત વધારો થઈ રહ્યો છે પહેલા બળાત્કાર ત્યારબાદ લૂંટ હત્યાના હવે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે સુરતના ઉધના વિસ્તારમાંની ભાઠેનાની શિવ-શક્તિ સોસાયટીમાં દયાભાઈ મોતિરામ રાણાપરિવાર સાથે રહે છે 15 ફેબ્રુઆરીની વહેલી સવાર માં ઉંઘમાંથી જાગીને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી વહુને વેર વિખેર લાગતા બૂમાબૂમ કરી દીધી હતી. આખું પરિવાર દોડીને નીચે આવતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.

વહેલી સવારે કેટલાક બુકાનીધારીઓએ ઘરમાંથી રોકડ રૂપિયા બે લાખ અને 10 તોલા સોનાની ચોરી કરી ભાગી ગયા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યા હતા પરિવાર રાતના સમયેબીમાર ભાઈની દેખરેખ માટે પરિવાર પહેલા માળે સૂવા ગયુંને ગ્રાઉન્ડ ફ્લોર પર તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા.

આ પણ વાંચોઃ-દાહોદઃ પ્રેમમાં ખીલી રૂપ પતિની પત્નીએ કરી હત્યા, કાસળ કાઢી નાંખવા ઘડ્યો હતો જોરદાર પ્લાન

અંદાજિત બે લાખ રૂપિયા રોકડા અને દસ તોલા સોનાની ચોરી કરી ગયા હોવાનું માલુમ પડતા તેઓએ આ મામલે પોલીસને જાણકારી આપી હતી અને જાણકારી મળતા જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ પ્રેમીએ બોથડ પદાર્થ વડે મહિલાની કરી હતી હત્યા, એક સીમ કાર્ડના આધારે હત્યાનો ભેદ ઉકેલાયો

જોકે આ સમગ્ર મામલે 24 કલાક બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી અને સીસીટીવી મેળવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી સીસીટીવીમાં બાઈક ઉપર આવી અને ચોરી કરીને જતાં દેખાય છે.



ત્યારે પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે બીજી બાજુ પરિવારમાં પ્રકારની ચોરી થતા પરિવારને જિંદગીભર કમાયેલી તમામ વધતું જતું રહેતા પરિવાર ટેન્શનમાં મુકાઈ જવા પામી છે.
Published by:ankit patel
First published:

Tags: CCTV footage, Crime news, Gujarati news, Surat news

આગામી સમાચાર