સુરતઃડોક્ટરના સ્વાગમાં હોસ્પિટલમાંથી નવજાત બાળક ચોરી ગયો

VINOD LEUVA | Pradesh18
Updated: January 5, 2017, 6:16 PM IST
સુરતઃડોક્ટરના સ્વાગમાં હોસ્પિટલમાંથી નવજાત બાળક ચોરી ગયો
સુરત : સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામે સરકારી રેફરલ હોસ્પિટલમાંથી એક દિવસના નવજાત શીશુને રસી મુકવાના બહાને ડોક્ટરના સ્વાંગમાં આવેલો ઈસમ શીશુને લઈને ભાગી છૂટતા ચકચાર મચી જવા પામી હતી.તેમજ ઘટનાની જાણ થતા કામરેજ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
VINOD LEUVA | Pradesh18
Updated: January 5, 2017, 6:16 PM IST
સુરત : સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામે સરકારી રેફરલ
હોસ્પિટલમાંથી એક દિવસના નવજાત શીશુને રસી મુકવાના બહાને ડોક્ટરના
સ્વાંગમાં આવેલો ઈસમ શીશુને લઈને ભાગી છૂટતા ચકચાર મચી જવા પામી હતી.તેમજ ઘટનાની જાણ થતા કામરેજ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

કામરેજ તાલુકાના કઠોર ગામે આવેલી રેફરલ હોસ્પિટલમાંથી બાળકને ચોરી

જવાની ઘટના સામે આવી છે.મુંબઈ ખાતે પતિ સાથે રહેતી સુફિયાનાબેન પોતાના પિયર કઠોર ખાતે ગર્ભાવસ્થાને લઇ પિતૃ ઘરે આવી હતી અને બપોર ના સમયે દુખાવો ઉપડતા કઠોરની રેફરલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી હતી અને સાંજના ૬ વાગ્યા સમયે સુફિયાના બહેને પુત્રને જન્મ આપ્યો હતો.

ત્યાર બાદરાત્રીના આશરે એક વાગ્યાના સમયે પ્રસુતા સુફિયાના બહેન અને માતા સાબેરા બહેન આરામ કરી રહ્યા હતા તે સમયે  હોસ્પિટલનું એપ્રોન પેરેલો એક યુવાન મોઢે રૂમાલ બાંધીને બાળકને રસી મુકવાની હોવાનુ કહી બાળક ને લઇ ફરાર થઇ ગયો હતો.જોકે હોસ્પિટલમાં તપાસ બાદ બાળક અને યુવાન નહિ મળતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી.ઘટનાની જાણ થતા કામરેજ પોલીસ તેમજ જીલ્લા એલસીબીનો કાફલો ઘટના સ્થળે પહોચી જઈ તપાસ હાથ ધરી હતી.

કઠોર રેફરલ હોસ્પિટલમાંથી જન્મેલ નવજાત શીશુ બાળકની ચોરી થતા
પરિવારજનોમાં આક્રોશ જોવા માંડ્યો હતો. કારણ કે રાત્રી દરમિયાન એક નર્સ
સિવાય હોસ્પિટલમાં એક પણ ગાર્ડ ફરજ પર ન હતા જેને લીધે આ ઘટના બનવા પામી છે.તો બીજી તરફ આ હોસ્પિટલમાં સી સી ટી વીનો પણ અભાવ બહાર આવવા પામ્યો છે.
First published: January 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर