surat crime news: શિવરાજસિંહે એપાર્ટમેન્ટના પ્રમુખ બનીને તથા તેના સાગરીતે પોલીસની (police) ઓળખ આપી યુવાનોનું અપહરણ (kidnapping) કરી ગોંધી રાખ્યા બાદ બે લાખની ખંડણી વસૂલી હતી.
સુરતઃ સુરત શહેરમાં (surat crime news) સવા વર્ષ પહેલાં પુણાના બે યુવાનોને હનીટ્રેપ (honey trap) ગોઠવી હતી. સ્ત્રી મિત્ર મારફત બે યુવાનોને ફોન કરી ભૈયાનગરના અર્પણ એપાર્ટમેન્ટમાં બોલાવ્યા હતા. આ યુવાનો આવતાં જ શિવરાજસિંહ અને તેનો સાગરીત આ ફ્લેટમાં ઘૂસી ગયો હતો. શિવરાજસિંહે એપાર્ટમેન્ટના પ્રમુખ બનીને તથા તેના સાગરીતે પોલીસની ઓળખ આપી યુવાનોનું અપહરણ કરી ગોંધી રાખ્યા બાદ બે લાખની ખંડણી વસૂલી હતી.
આ ગુનામાં પોલીસે બેને તો ઝડપી લીધા હતા, પરંતુ શિવરાજસિંહ વોન્ટેડ હતો. તે સુરતમાં ડિંડોલીના અંજની નંદન એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું અને પુણાના સણિયા હેમાદ ગામ બસસ્ટેન્ડ પાસે આવનાર હોવાની બાતમી વચ્ચે ઇન્સ્પેક્ટર આર.એસ. સુવેરાની સૂચનાથી ટીમે તેને દબોચી લીધો હતો.
સુરતમાં સાડી પર સ્ટોન લગાવવાનું જોબવર્ક કરતો શિવરાજસિંહ ઉર્ફે શિવો ઓક્ટોબર 2020માં સુરતના પુણા પોલીસ મથકમાં નોંધાયેલા હનીટ્રેપના ગુનામાં તેમજ વર્ષ 2017 માં સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલા છેડતીના ગુનામાં વોન્ટેડ હતો.
સુરતમાં શિવરાજસિંહ ઉર્ફે શિવોએ તેની સ્ત્રીમિત્રો અન્ય મિત્રોની મદદથી વરાછાના બે વ્યક્તિને પુણા ભૈયાનગર અર્પણ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં શરીર સુખની લાલચ આપી બોલાવી અન્ય મિત્રો સાથે ફ્લેટમાં ઘુસી જઈ મિત્રોની ઓળખ પોલીસ તરીકે અને પોતાની ઓળખ સોસાયટીના પ્રમુખ તરીકે આપી પોલીસ કેસ કરવાની ધમકી આપી રૂ.2 લાખ પડાવ્યા હતા.
હનીટ્રેપના આ ગુનામાં તેના બે મિત્રો ઝડપાતા તે વતન ભાગી ગયો હતો. જોકે, વર્ષ 2017 માં સુરતમાં મકાન લેવા બાબતે સાવરકુંડલા ખાતે રહેતા એક વ્યક્તિ સાથે ઝઘડો થતા તેનો બદલો લેવા તેણે તે વ્યક્તિના ઘરે જઈ તેની પત્નીની છેડતી કરી ધમકી આપી હતી.
તે અંગે ગુનો નોંધાતા તેણે આગોતરા જામીન તો લીધા હતા પણ કોર્ટમાં બોન્ડ નહીં ભરતા જામીન કેન્સલ થતા તે ભાગતો ફરતો હતો. આથી તે ગામમાં જવાને બદલે આજુબાજુના વિસ્તારોમાં ફરતો રહેતો હતો.થોડા દિવસ ત્યાં રહી ફ્રરી તે સુરત આવી રહેતો હતો. એસઓજીએ તેનો કબજો પુણા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર