યુવક સાથે અર્ધનગ્ન ફોટા પાડી કરાતો હતો બ્લેકમેઇલ, મહિલા વકીલ સહિત ત્રણ સામે ફરિયાદ

News18 Gujarati
Updated: June 20, 2019, 8:02 PM IST
યુવક સાથે અર્ધનગ્ન ફોટા પાડી કરાતો હતો બ્લેકમેઇલ, મહિલા વકીલ સહિત ત્રણ સામે ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં વધુ એક યુવક હનિ ટ્રેપ નો શિકાર બન્યો છે જેમાં એક વકીલ સહિત ત્રણ જેટલા આરોપીએ યુવકને બ્લેક મેઈલ કરીને 4.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

  • Share this:
કિર્તેષ પટેલ, સુરતઃ સુરતમાં વધુ એક યુવક હનિ ટ્રેપ નો શિકાર બન્યો છે જેમાં એક વકીલ સહિત ત્રણ જેટલા આરોપીએ યુવકને બ્લેક મેઈલ કરીને 4.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે આ મામલે ભોગ બનનારે ફરિયાદ કરતાં ત્રણ પૈકી એક આરોપીની ધરપકડ કરી છે

સુરતમાં વધુ એક હની ટ્રેપ ની ઘટના સામે આવી છે. જેમાં એક યુવતી દ્વારા યુવકને ફોન પર મિત્રતા કરીને ફસવામાં આવ્યો હતો. એટલુ જ નહીં પણ યુવક સાથે યુવતીએ અર્ધનગ્ન ફોટો પાડી વારંવાર બ્લેકમેઈલ કરવાની ધમકી આપીને યુવક પાસેથી કુલ સાડા ચાર લાખ રૂપિયા પડાવી લીધા હતા. જેમાં એક વકીલ મહિલા સહિત ત્રણ લોકો સામેલ હતા. બનાવ ને પગલે ભોગ બનનાર યુવકે વરાછા પોલીસ મથકમાં ફિરયાદ નોધાવી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ સુતેલી સગીર પુત્રીને ઉઠાવી રૂમમાં લઇ જઇ પિતાએ આચર્યું દુષ્કર્મ

ફરિયાદ નોધાતા વરાછા પોલીસે હની ટ્રેપ કરનાર આરોપી કિશોર હીમતભાઇ ઇસામલીયાની ધરપકડ કરી છે. જોકે આ પકડાયેલ આરોપી કિશોરે વકીલ ધ્રૂમાં અને પૂજા પટેલ યુવતી સાથે મળીને યુવક ને બ્લેકમેઈલ કર્યો હતો. અને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. પોલીસે હની ટ્રેપ કેસમાં એક આરોપીને પકડી પાડીને અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
First published: June 20, 2019, 8:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading