Home /News /south-gujarat /

Surat Cyber Crime: પાંડેસરાની યુવતીની પજવણી કરનાર રોમીયો નીકળ્યો સુરત પોલીસનો હોમગાર્ડ

Surat Cyber Crime: પાંડેસરાની યુવતીની પજવણી કરનાર રોમીયો નીકળ્યો સુરત પોલીસનો હોમગાર્ડ

પકડાયેલો યુવક સુરત પોલીસમાં હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો

Surat Crime: યુવતી અને તેના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકીના મેસેજ કર્યા. સાયબર ક્રાઈમ પોલીસે ગૂનો દાખલ કરી તપાસ હાથ ધરી હોમગાર્ડ યુવકની ધરપકડ કરી છે,

પાંડેસરા બમરોલી રોડ વિસ્તારમાં રહેતી યુવતીને ઈન્સ્ટગ્રામ ઉપર અલગ-અલગ ફેક આઈડી બનાવી તેના પ્રોફાઈલ પીક્ચરમાં તેમજ સ્ટોરીમાં બિભત્સ ફોટોગ્રાફ પોસ્ટ (Teasing a young Girl on social media) કરવાની સાથે યુવતી અને તેના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી (Death threat)ના મેસેજ કરવામાં આવ્યા હતા. જોકે આ યુવતીએ આ મામલે સાયબર ક્રાઇમ (Cyber Crime) પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી. જોકે પકડાયેલો યુવક સુરત પોલીસ (Surat Police)માં હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો અને યુવતી સાથે પ્રેમ સંબંધ હતા. પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખતા તેને આ કૃત્ય કર્યું હોવાનું પોલીસ સામે કબૂલાત કરી હતી.

સુરતના પાંડેસરા બમરોલી રોડ વિસ્તારમાં રહેતી અને અલથાણમાં આવેલ મોલમાં નોકરી કરતી 22 વર્ષીય યુવતી સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. ગત તા 14 ફેબુઆરીના રોજ રાનીïયાદો 47 નામની આઈ.ડી પરથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી બિભત્સ મેસેજ કર્યા હતા તથા મેસેજ કરી મળવા માટે બોલાવી નંબરની માંગણી કરી હતી. જેથી સંગીતાએ તેની આઈ.ડી ચેક કરતા પ્રોફાઈલ પીકચરમાં તેમજ સ્ટોરીમાં ફોટોગ્રાફ મુક્યા હતા. તેમજ સ્ટોરીમાં બીજા અન્ય ફોટોગ્રાફ પણ પોસ્ટ કર્યા હતા.

આ પણ વાંચો- ભારત રશિયાની આ ઓફર સ્વીકારશે તો મળશે સસ્તું તેલ, અમેરિકાના પ્રતિબંધો પણ થશે બેઅસર

કોઈ અજાણ્યો બદનામ કરતો હોવાથી સંગીતાએ તેની આઈ.ડી બંધ કરી નવી આઈ.ડી બનાવી હતી. તેના ઉપર પણ ગત 9 માર્ચના રોજ મધુ યાદવ 2725 નામની આઈ.ડી પરથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. જે રીક્વેસ્ટ સ્વીકાર્યા બાદ આઈ.ડી ચેક કરતા તેના પ્રોફાઈલ પીકચરમાં, તેમજ સ્ટોરીમાં અન્ય ફોટોગ્રાફ મુક્યા હતા. બિભત્સ ફોટો પણ પોસ્ટ કર્યા હતા. સંગીતાએ મેસેજ કરી આ બધુ શુ કામ કરે છે મને શુ કામ હેરાન કરે છે બાદ ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. મધુયાદવ 2725 પરથી સંગીતાના ભાઈને તેની ઈસ્ટાગ્રામ આઈડી પર ચારિત્ર્ય બાબતે મેસેજ કરી જાનથી મારી નાંખવાની ધમકી અપી હતી.અને છેલ્લે 19 માર્ચના રોજ રાત્રે મેસેજ કર્યા બાદ આઈ,ડી બંધ કરી દીધી હતી.

આ પણ વાંચો- Naresh Patel News: કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાનું નિવેદન-'ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાશે નરેશ પટેલ'

આ બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે યુવતી ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસે તપાસ શરૂ કરતાની સાથે જ બમરોલી વિસ્તારમાં રહેતા વિકાસ સરોજ નામના એક યુવક મંડળની સામે આવી હતી. પોલીસે યુવકને તાત્કાલિક ઝડપી પાડી તેની પુછપરછ શરૂ કરતાં જ પોલીસને સમય માટે ચોંકી ઉઠી હતી. સુરતના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો અને આ તે યુવતી સાથે પ્રેમસંબંધ હતો પણ યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખતા તે વાતનો ગુસ્સો આવતાં યુવક દ્વારા આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું પોલીસ સામે યુવકે કબૂલાત કરી હતી. જોકે ગુનો કબૂલતા જ પોલીસે તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Published by:rakesh parmar
First published:

Tags: Cyber crime branch, Surat Crime Latest News, Surat crime news, સુરત પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन